ઝાલોદ નગરના ઘાવડીયા મુકામે થી 12732 નો વિદેશી દારૂ ઝડપાયો : જ્યુપિટર મૂકી ચાલક ફરાર.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ નગરના ઘાવડીયા મુકામે થી 12732 નો વિદેશી દારૂ ઝડપાયો : જ્યુપિટર મૂકી ચાલક ફરાર
ઝાલોદ નગરમાં પોલીસ પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન તેમણે ચોક્કસ બાતમી મળેલ હતી કે નંબર વગરની કેસરી કલરની જ્યુપિટર ગાડી પર એક ઈસમ વિદેશી દારૂ લઈને આવી રહેલ છે બાતમી મુજબ ધાવડીયા ગામે સેજુ ફળીયામા વોચ કરતા ત્યાં બાતમી વાળુ વાહન આવતા તેને રોકવાનો પ્રયાસ કરાતાં ચાલક દ્વારા ગાડી વળાવી ગાડી થોડે દૂર મૂકી ઝાડી ઝાંખરાનો લાભ લઈ નાસી ગયેલ હતો. પોલીસ દ્વારા જ્યુપિટર ગાડી ચેક કરાતા ગાડી ઉપર તેમજ ગાડીની ડીકી માથી 117 નંગ વિદેશી દારૂની બોટલ જેની આસરે કિંમત 12732 સાથે જ્યુપિટર ગાડીની કિંમત 30000 સાથે કુલ 42732 નો મુદ્દામાલ ઝડપી પોલીસ દ્વારા અજાણ્યા ઈસમ વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.