પેથાપુરમાં ભાગવત કથાના પ્રારંભે ૨૫૧ કળશ તેમજ પોથીયાત્રા કાઢવામાં આવી
સિંધુ ઉદય
10/5/2024
પેથાપુરમાં ભાગવત કથાના પ્રારંભે ૨૫૧ કળશ તેમજ પોથીયાત્રા કાઢવામાં આવી
….. ભાગવત કથાનું શ્રવણએ કળિયુગમાં ગંગાસ્નાન સમાન છે.
……આચાર્યશ્રી વિષ્ણુજી મહારાજ
શ્રીમદ્ ભાગવત કથા પેથાપુરમાં તારીખ ૧૦ મે થી ૧૬ મે સુધી યોજવામાં આવી રહી છે જે કથા શ્રી વિષ્ણુજી મહારાજના મુખેથી સાંભળવા આસપાસના ગામના ભક્તજનો આવેલ જેના પ્રથમ દિવસે પેથાપુરમાં બગી ઉપર પોથી યાત્રા તેમજ ૨૫૧ જેટલા કળશ યાત્રા કાઢવામાં આવેલ. ૨૫૧ જેટલી મહિલાઓ દ્વારા ૨૫૧ કળશ ધારણ કરીને ઉઘાડા પગે ધગધગતી ગરમીમાં પણ ભક્તિમય માહોલમાં યાત્રા યોજેલ જેમના ઉપર સમગ્ર ગ્રામજન દ્વારા લલ્લજાજમ પાથરતા અને પુષ્પવર્ષા ધામધૂમ પૂર્વક યોજવામાં આવેલ. કળશ યાત્રામાં નન્હે રાધા કૃષ્ણ આકર્ષણનું કેન્દ્ર રહેલ
સંગીતમય કથાના પ્રથમ દિવસના પ્રારંભે કથા વ્યાસ શ્રી વિષ્ણુજી મહારાજ દ્વારા કથાના પ્રારંભે કથા સાંભળવાથી થતાં લાભ ભક્તજનોને સમજણ આપેલ.
કથાકાર આચાર્યને પેથાપુર પંચાલ સમાજ દ્વારા ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવેલ તેમજ પ્રજાપતિ સમાજ,નાયક લબાના સમાજ તેમજ આસપાસના ગામોમાંથી આવેલ સમાજ દ્વારા આચાર્યશ્રીનું સ્વાગત કરવામાં આવેલ કથાના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રોતાજન, મહિલાઓ, નાના બાળકો હજાર રહી પ્રથમ દિવસે કથાનો લાભ લીધેલ.