પ્રાથમિક શાળામાં  કોમ્પ્યુટરની ચોરીના કેસમાં ત્રણો ઇસમ ઝડપાયા

નરેશ ગનવાણી નડિયાદ

માતર તાલુકાના દલોલી ગામની પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર રૂમમાંથી તસ્કરોએ ૬ નંગ કોમ્પ્યુટર સેટની ચોરી કરી હતી. જોકે આ ચોરીની ઘટનામાં પોલીસે  ચોરી કરનાર ગામના ૩ લોકોને ઝડપી પાડયા અને ચોરાયેલ તમામ મુદ્દામાલ રીકવર કર્યો છે. પોલીસે આ ત્રીપુટીને પકડી જેલ હવાલે કર્યા છે.

ખેડાના માતર તાલુકાના દલોલી ગામની પ્રાથમિક શાળામાં થોડાક દિવસ અગાઉ ચોરીની ઘટના બની હતી. જે મામલે ૧ મે ના રોજ શાળાના મુખ્ય શિક્ષકે લીંબાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં કોઈ અજાણ્યા શખ્સે કોમ્પ્યુટર ઓરડાનુ તાળું તોડી તેમાં  ૬ નંગ કોમ્પ્યુટર સેટ કિંમત રૂપિયા ૬૬ હજારની ચોરી થઇ હતી. લીંબાસી પોલીસે ચોરીનો ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી હતી. આ ચોરીમા કોઈ બહારના નહીં પણ દલોલી ગામમાં વાઘરીવાસમા રહેતા ૩ ઈસમો પોલીસને માલુમ પડ્યું હતું. જેથી પોલીસે આ ત્રણેયને ઝડપી નામઠામ પુછતા રોહિત સામતભાઈ, જીતુ સામતભાઈ, રાજુ શંભુભાઈ હોવાનું જણાવ્યું હતું. આમાં બે
સગાભાઈઓ છે. પોલીસે આ ત્રીપુટી પાસેથી ચોરીમા ગયેલ ૬ નંગ કોમ્પ્યુટર રીકવર કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: