મહુધા પાસે ટેન્કર અને ઈકો કાર વચ્ચે અકસ્માત, એકનું મોત, એક ઘાયલ
નરેશ ગનવાણી નડિયાદ
મંગળવારે સવારે મહુધાના ભુલીભવાની પાટીયા પાસે ટેન્કર ટ્રક અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા ઈકો કાર ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું. જ્યારે એકને ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ભુલીભવાની પાટીયા પાસે ઈકો કાર અને કેમીકલ ભરેલા ટેન્કર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, આ બંને વાહનો ટકરાતા રોડની સાઈડમાં ખાડામા પડ્યા હતા. ઈકો કારનો આગળના ભાગનો લોચો વળી ગયો હતો.
અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. અને કાર ચાલક તેમજ અન્ય એકને બહાર કાઢ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એકને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહુધા પોલીસને અકસ્માતની જાણ થતા ઘટનાસ્થળે પહોંચી પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ટેન્કરનું ટાયર ફાટી જવાથી આ અકસ્માત સર્જાયો છે.