નડિયાદમાં લોખંડી પુરુષ સરદાર સાહેબની શાળાએ ૯૦ ટકા થી વધારે રિઝલ્ટ મેળવ્યું

નરેશ ગનવાણી નડિયાદ

ખુદ સરદાર પટેલે જ્યાંથી એસ.એસ.સી. કર્યું હતું એ નડિયાદની સ્કૂલ બોર્ડના આ આશ્ચર્ય જનક પરિણામો આજની શિક્ષણ પધ્ધતિમાં વિશ્વાસ જન્માવનારા છે.

ગુજરાતી મીડિયમ, સરકારી શાળા, વર્ષની ૪૦૦ રૂપિયા ફી, ટ્યુશન કે ગાઈડનું નામો નિશાન નહી, છતાં ભંગારની લારી ચલાવતા, સફાઈ કામ કરતાં, છૂટક મજૂરીએ કરતા પિતાના સંતાનોએ સરકારી શિક્ષકોના હાથ નીચે ભણીને બોર્ડમાં ૯૦ ટકા થી વધારે રિઝલ્ટ મેળવ્યું છે. નવાઈની વાત એ છે કે સરદાર પટેલે જેમ અગવડો વચ્ચે દીવાને અજવાળે (નગરપાલિકાની શેરી લાઇટ )એસ.એસ.સી કરેલું, એજ રીતે આ શાળાના કેટલાક વિધ્યાર્થીઓએ અગવડો અને અભાવ વચ્ચે ધોરણ-૧૦ ૬૦ ટકાથી વધુ અને ૧૨માં ૮૩.૩૩ ટકા સુધીનું પરિણામ મેળવીને સેલ્ફ ફાઇનાન્સને ઇન્ટરનેશનલ સ્કૂલોના માહોલમાં રાહતના સમાચાર આપ્યા છે. વાલ્મિકી સમાજના હિતેન્દ્રભાઈના પુત્ર જયદીપે આ વર્ષે લેવાયેલ બોર્ડ પરિક્ષામાં ૯૯.૨૦ પરસેંટાઇલસાથે એ વન ગ્રેડ મેળવ્યો છે. સમાજમાં અનપ્રિવિલેજ વર્ગ ગણાય છે, તેમાથી આવતા આ વિધ્યાર્થીના પિતા શાક માર્કેટમાં છૂટક મજૂરી કરીને પાંચ વ્યક્તિના પરિવારને પાલવે છે.છતાં જયદીપે પર્સનલ ટયુશન વગર શાળાના એકસ્ટ્રા કોચિંગની મદદ અને જાત મહેનતે આ સિદ્ધિ હાંસલ કરી છે. આજ રીતે રોલિંગ શટર્સને કામગીરી કરતાં રાજેન્દ્રભાઈના દીકરા પ્રીન્સ ડબગરે ૯૮.૧૮ પર્સેટાઇલ સાથે  A2 ગ્રેડ મેળવ્યો છે. જયરે ભંગારની લારી ચલાવતા પરિવારના સમીર અબ્દુલમજીદ શેખે ૯૧.૦૦ પર્સેટાઇલ સાથે A2 ગ્રેડ મેળવ્યો છે.
ધોરણ ૧૦માં કુલ ૬૦ ટકા ઉપર અને ધોરણ ૧૨માં ૮૩.૩૩ ટકા પરિણામ લાવેલી આ શાળાને વિધાર્થીઓએ પર્સનલ ટ્યુશન કે હાઈકલાસ ગ્રૂપ વગર શહેરની ગ્રાન્ટેડ શાળામાથી ભણીને આવા ઉજ્જવળ પરિણામો આપ્યા છે. કારણ કે અહીના શિક્ષકોએ વિદ્યાર્થીના ભવિષ્ય ઘડતર માટે સ્કૂલ છૂટ્યા પછી લાંચ ટાઈમનો ભોગ આપી વધારાના બેકલાકનું સમાદાન થકી વિધ્યાર્થીઓને ભણાવ્યા છે. કોઈ પણ પ્રકારના સ્વાર્થ કે લોભ વગર માત્ર નીસ્બતથી પોતાની ફરજ સમજીને સાતત્યપૂર્વક આ કામગીરી કરતાં સરદાર પટેલ હાઇસ્કૂલના શિક્ષકો પણ અભિનંદનને

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!