ફતેપુરા તાલુકાના જલાઈ ગામે ઝૂંપડામાં અકસ્માતે આગ લાગતા બે માસુમ બાળકોના કમ કમાટી ભર્યા મોત.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના જલાઈ ગામે ઝૂંપડામાં અકસ્માતે આગ લાગતા બે માસુમ બાળકોના કમ કમાટી ભર્યા મોત
જલાઈ ગામે ઝૂંપડામાં લાગેલી આગમાં એક બે વર્ષનું બાળક તથા એક નવ મહિનાના બાળકનું મોત નીપજ્યું
ફતેપુરા તાલુકાના જલાઈ ગામે આજરોજ બપોરના અઢી વાગ્યા ના અરસામાં બે માસુમ બાળકોને લાકડાના બનાવેલ અને ચારે બાજુ સરેઠાથી ઢાંકેલ ઝૂંપડામાં અકસ્માતે આગ લાગતા બે બાળકો બળીને ભઢથુ થઈ જતા ગામ સહિત તાલુકામાં અરેરાટી વ્યાપી જવા પામેલ હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના જલાઈ ગામે આવેલ કસુમોર ફળિયામાં રહેતા કબુડીબેન ભુરસીંગભાઇ દુબળાભાઈ જાતે પારગી નાઓએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપતા જણાવ્યું હતું કે, પોતાના રહેઠાણ માટે બનાવેલ લાકડાના મકાનમાં અને મકાનની ચારે બાજુ સરેટાથી ઢાંકેલ ઝૂંપડામાં બપોરના આશરે અઢી વાગ્યાના અરસામાં આગ લાગી હતી.જેમાં ઘરમાં માત્ર બે માસુમ બાળકો હતા. તેમાં ભાવનાબેન ઉંમર વર્ષ 2 તથા પોપટભાઈ (જેનું નામ નોંધણી કરાવેલ નથી )માત્ર 9 મહિનાનો ઘરે હતા. તેવા સમયે આ મકાનમાં અકસ્માતે આગ લાગતા ભાવના તથા પોપટ આગની લપેટમાં આવી જતા બળીને ભડથુ થઈ જવા પામેલ હોવાનુ જાણવા મળે છે.ઝૂંપડામાં કયા કારણોસર આગ લાગી તે જાણવા મળ્યું નથી.ઉપરોક્ત બંને બાળકોના આકસ્મિક મોત નીપજતા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામેલ હોવાનું જાણવા મળે છે
ઉપરોક્ત ઘટના સંબંધે મૃતક બાળકોના દાદી કબુડી બેન ભુરસીંગભાઇ દુબળાભાઈ જાતે પારગી ના ઓએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપતા પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરી મૃતક બાળકોની લાશને ફતેપુરા સરકારી દવાખાનામાં લાવી પી.એમ બાદ લાશનો કબજો તેમના વાલી વારસોને સોંપી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.