ગંદું અને ડહોળું પીવાનું પાણી અપાતા પેથાપુરમાં રોગચાળાની ભીતિ.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
*ગંદું અને ડહોળું પીવાનું પાણી અપાતા પેથાપુરમાં રોગચાળાની ભીતિ*
સરકારશ્રીની પીવાના પાણીની વિવિધ યોજનાઓ છે તેમ છતાં તેનેજ પાણી સાથે ઘોળીને પી ગયા હોઈ તેમ પેથાપુરમાં નદી, કોતરનું પાણી સીધું કુવામાં ઠાલવીને ગંદું,ડહોળું, અને પીળાશ પડતું પીવાનું પાણી આપવામાં આવે છે જે પાણીને ટાંકી ઉપર શુદ્ધ કરીને આપવાનું હોવા છતાં સીધુજ કુવામાંથી ઘર સુધી આપવામાં આવે છે જે પીળાશ પડતું અને દુર્ગંધ મારે છે જે લોકોના આરોગ્ય પર ખતરો તોળાઇ રહ્યો છે હાલ પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેવી ગ્રામ્યજનોની માંગ છે.