ખેડા જિલ્લાના કઠલાલમાં સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી દારૂના વેપલાને ખુલ્લો પાડ્યો 

નરેશ ગનવાણી નડિયાદ

જિલ્લાના કઠલાલ શહેરની ઈન્દિરાનગરી વિસ્તારમાં સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે  ટુ વ્હિલરની ડેકીમાં અને ઘરમાં દારૂ સંતાડી મોટાપાયે દારૂનું વેચાણ થતુ હોવાની બાતમીના આધારે પોલીસે પહોંચી તપાસ કરતાં. જ્યાંથી એક ઈસમ મોપેડની ડેકીમાં વિદેશી દારૂ સંતાડી વેચાણ કરતો પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે નામઠામ પુછતા તેણે પોતાનું નામ તોફીકમીયા સિરાજમીયા ચૌહાણ (રહે.ઈન્દિરાનગરી, કઠલાલ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે મોપેડ વાહન સાથે ડેકીમાંથી વિદેશી દારૂ કબ્જે કર્યો હતો. પોલીસે આ તોફીકમીયાનુ નજીક આવેલ ઘરે પહોંચી તપાસ કરતાં ત્યાંથી પણ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.  તેની કરતાં પુછપરછ આ વિદેશી દારૂ યાસીનમીયા ઉર્ફે મોન્ટુ બિસ્મીલ્લામીયા ચૌહાણ (રહે.ઈન્દિરાનગરી, કઠલાલ) આપી જતો હોવાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત ૧૦ ઘર છોડીને મોઈનમીયા યાકુબમીયા ચૌહાણને ત્યાં પણ આ યાસીનમીયા ઉર્ફે મોન્ટુ વિદેશી દારૂ વેચાણ અર્થે આપી જતો હોવાનું જણાવતા પોલીસે મોઈનમીયા યાકુબમીયા ચૌહાણના ઘરે તપાસ કરી અને તેને પણ વિદેશી દારૂની સાથે રંગેહાથે ઝડપી લીધો હતો. પોલીસે  ત્રણેય સ્થળેથી વિદેશી દારૂની કુલ બોટલો ૧૧૭ કિંમત રૂપિયા ૧૧,૭૦૦ તેમજ અલગ અલગ બિયર ટીન નંગ ૨૭ કિંમત રૂપિયા ૨૭૦૦ આ સાથે ૩ મોબાઇલ ફોન, રોકડ રૂપિયા અને ટુવ્હિલર વાહન મળી કુલ રૂપિયા ૭૧,૨૯૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો કઠલાલ પોલીસ મથકે રજીસ્ટર કરી વોન્ટેડ  યાસીનમીયા ઉર્ફે મોન્ટુ બિસ્મીલ્લામીયા ચૌહાણ (રહે.ઈન્દિરાનગરી, કઠલાલ)ને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. પકડયેલા બંને આરોપીઓની પોલીસની પુછપરછમાં એક દારૂની બોટલ વેચાયથી ૨૦ રૂપિયા કમીશન અપાતું હોવાનો ચોકાવનારો ખુલાસો કર્યો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: