દાહોદમાં આજે વધુ 2 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા : એક્ટિવ કેસ 11
દાહોદમાં આજરોજ કોરોના પોઝીટીવના વધુ બે કેસ સામે આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં ચિંતાનો વિષય બનવા પામ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે 133 સેમ્પલો ચકાસણી માટે મોકલ્યા હતા જે પૈકી 131 લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા છે. ત્યારે દેવગઢ બારીયા તાલુકાના બે વ્યક્તિઓના રિપોર્ટ પોઝીટીવ આવતા હવે કોરોના સંક્રમિત એક્ટિવ કેસો નો આંકડો 11 પર પહોંચવા પામ્યો છે.
વધુમાં મળતી માહિતી પ્રમાણે કોરોના મહામારીમાં દાહોદ જિલ્લામાં છેલ્લે ગત તારીખ 7 ના રોજ એક પોઝીટીવ કેસ સામે આવતા કોરોના સંક્રમિત એક્ટિવના 11કેસો હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને છેલ્લા ત્રણ દિવસથી કલેક્ટ કરેલા સેમ્પલોનો રિપોર્ટ નેગેટિવ આવતા અને ગઈકાલે 2 દર્દીઓ કોરોના મુક્ત થતાં તેઓને રજા આપતાં એક્ટિવ કેસો નો આંકડો 9 પર પહોંચતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રે રાહતનો દમ લીધો હતો. જોકે ગઈકાલે 133 જેટલાં સેમ્પલો કલેક્ટ કરી તપાસ અર્થે મોકલતા આજરોજ તેઓ પૈકી 131 ના રિપોર્ટ નેગેટિવ આવવા પામવા હતા. જ્યારે દેવગઢ બારીયાના રહેવાસી અને અમદાવાદ મુકામે સિક્યુરિટીમાં કામ કરતા 68 વર્ષીય જસવંતસિંહ બહાદુરસિંહ પરમાર તબિયત સારી ન હોવાથી બારીયા તેમના પુત્ર પાસે આવ્યા હતાં તેમજ બારીયાના પતંગડી ગામે પી એચ સી ખાતે સી.એચ.ઓ તરીકે નોકરી કરતા શૈલેષભાઇ આર વાળંદ કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારે આરોગ્ય વિભાગે ઉપરોક્ત બન્ને કોરોના પોઝીટીવ આવેલા દર્દીઓને સારવાર અર્થે ઝાયડસ હોસ્પીટલ ખાતે મોકલી તેઓની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે તેમના સંપર્કમાં આવેલા લોકોને કરવામાં જોતરાઈ ગયા હતા.
આમ દાહોદમાં અત્યાર સુધીમાં કુલ 45 લોકો કોરોના પોઝીટીવ આવવા પામ્યા છે.જે પૈકી 34 લોકો કોરોના મુક્ત થતાં તેઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે હાલ કુલ 11 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
Sindhuuday Dahod