ઝાલોદ કેળવણી મંડળની ચુંટણી યોજાઈ.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ઝાલોદ કેળવણી મંડળની ચુંટણી યોજાઈ
કેતન પટેલ, પ્રશાંત પટેલ અને ભરત પટેલની ભવ્ય જીત
ઝાલોદ કેળવણી મંડળ નગરની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા છે. આ ચુંટણીમા કુલ આઠ ઉમેદવારો ઉભા રહેલ હતા અને તેમાંથી કુલ ત્રણ ઉમેદવારોને ચૂંટીને લાવવાના હતા. કેળવણી મંડળમાં કુલ 771 મતદારો હતા તેમાંથી કુલ 647 જેટલા મતદાતાઓ એ મતદાન કર્યું હતું.
કેળવણી મંડળની ચુંટણીની ગણતરી ચાલુ થતા તેમાંથી કુલ 06 મત રદ થયેલ હતા. પ્રથમ નંબરે કેતન પટેલ 361 મત, બીજા નંબરે પ્રશાંત પટેલ 317 અને ત્રીજા નંબરે ભરત પટેલ 283 વોટ થી ચુંટણી અધિકારી પંકજ પારીખ દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.