નડિયાદમાં ટ્રાયલ લેવાનાં બહાને ગઠીયો રીક્ષા લઈને રફુચક્કર થઈ ગયો
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદમાં બગડેલી રીક્ષાની મદદના બહાને ગઠીયાએ ચાલકને ગેરેજમાં લાવ્યો અને રિપેરિંગ થઈ ગયા બાદ ગઠીયો ટ્રાયલ લેવાના બહાને રીક્ષા લઈને રફુચક્કર થઈ ગયો હતો. આ મામલે રીક્ષા ચાલક સામે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
નડિયાદ તાલુકાના ડુમરાલના હનુમાનપુરા વિસ્તારના સંજયભાઈ બચુભાઈ પરમાર તેમણે લોન ઉપર એક સીએનજી રીક્ષા લિધી હતી. સંજયભાઈ પોતે દિવસે ઓટો રીક્ષા ચલાવે અને રાત્રે ખાનગી કંપનીમાં નોકરીએ જતા હતા. આમ પરિવારનું ગુજરાન તેઓ ચલાવતા હતા. 11મે ના રોજ સવારે તેઓ પોતાની રીક્ષા લઈને વસો ચોકડી આવેલા હતા. આ સમયે રિક્ષામાં પહેલો ગીયર પડતો ન હોય સંજયભાઈ ગીયર રીપેર કરતા હતા. ત્યારે એક અજાણ્યો વ્યક્તિ તેમની રીક્ષા નજીક આવી ને કહ્યું કે હું ફોરમેન છું હું આ જોઇ આપુ તેમ કહી વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં કહ્યું કે નડિયાદમાં શેરકંડ તળાવ પાસે રફિકભાઈ ગેરેજવાળા મારા મિત્ર થાય છે. ત્યાં આ રીક્ષાને બતાવી લઈએ તેમ કહી આ વ્યક્તિ સંજયભાઈને બેસાડી તેમની રીક્ષા ચલાવી ગેરેજવાળા ને ત્યાં આવ્યા હતા.
જ્યાં ગેરેજવાળા ભાઈએ પાંચ મિનિટની અંદર જ આ ગીયરને રીપેર કરી આપી. અને કહ્યું કે તમે ચેક કરીલો જેથી આ અજાણ્યા વ્યક્તિએ ટ્રાયલ લેવાના બહાને રિક્ષા લઈને ગયો હતો અને સંજયભાઈ ત્યાં ગેરેજ પાસે રાહ જોતા હતા. પરંતુ લાંબો સમય થઇ ગયા બાદ પણ આ અજાણ્યા વ્યક્તિનો કે રીક્ષાનો કોઈ અતોપતો ન લાગતા સંજયભાઈએ તપાસ કરી હતી. પરંતુ રીક્ષાની આજદિન સુધી ભાળ મળી ન આવતા ગઇકાલે આ મામલે સંજયભાઈ પરમારે રીક્ષા લઈને ફરાર થયેલા અજાણ્યા ઈસમ વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
