ઝાલોદ ખાતે કલાલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહાકાલી ઇલેવન નો વિજય.

પંકજ પંડીત ઝાલોદ

*ઝાલોદ ખાતે કલાલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહાકાલી ઇલેવન નો વિજય*

*પંચમહાલ દાહોદ મહિસાગરની કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો*.

*કલાલ સમાજ યુવા ટીમ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું

*પ્રતિનિધિ દ્વારા જાલોદ.પંચમહાલ દાહોદ મહીસાગર કલાલ સમાજ દ્વારા પ્રથમ વાર ક્રિકેટ નાઈટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજની આઠ ટીમોએ ભાગ લીધો હતો ફાઇનલમાં સુખસર અને મહાકાલી ઇલેવન ના રમોત્સવમાં મહાકાલી ઇલેવન નો વિજય થયો હતો. યુવા ટીમ દ્વારા સમસ્ત કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.પંચમહાલ મહીસાગર દાહોદ કલાલ સમાજ યુવા ટીમ દ્વારા ઝાલોદ ખાતે પ્રથમ વાર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુખસર ફતેપુરા ઝાલોદ ગરાડુ સલ્લોપાટ સંજેલી ની કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલમાં સુખસર અને એસ જી જી મહાકાળી ઇલેવન નો વિજય થયો હતો. કાર્યક્રમનું સમગ્ર સંચાલન ઝાલોદના યુવા ટીમ અને પંચમહાલ દાહોદ મહીસાગર ના યુવા મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું યુવા ટીમ દ્વારા કાર્યક્રમમાં યોગદાન આપનાર મહાનુભાવનો આભાર વ્યક્ત કર્યો હતો તેમ જ એમ્પાયર અને કોમેન્ટ્રી માટેની સેવા આપનાર અન્ય સમાજના કાર્યકર્તાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. રમતમાં નંબર પ્રાપ્ત કરનાર ક્રિકેટરોનું ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: