દાહોદમાં કોરોના વાયરસના એક દર્દી સાજા થતાં રજા અપાઇ : ૦૯ એક્ટિવ કેસ
દાહોદની ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ એક દર્દીને આજે રજા આપવામાં આવી હતી. દાહોદમાં હવે એક્ટિવ કેસની સંખ્યા ૦૯ રહી છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દેવાભાઈ લાલાભાઈ ભૂરિયા કોરોના વાયરસથી મુક્ત થતાં રજા આપવામાં આવી હતી. કોરોના વાયરસની સઘન સારવાર હેઠળ હતા.બાદમાં તેઓ કોરોનાથી મુક્ત થતાં આ એક દર્દીને ઝાયડસ સિવિલ હોસ્પિટલ ખાતેથી વિદાય આપવામાં આવી હતી સ્ટાફના તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપવામાં આવી હતી.
#Sindhuuday Dahod