નડિયાદના ડાભાણમા બે હજારની લાચ લેતાં તલાટી ઝડપાયો
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ એસીબીએ છટકું ગોઠવી લાંચ લેતા રંગેહાથ તલાટીને ઝડપી પાડયો ફરિયાદીએ ગ્રામ પંચાયતમાં લગ્નની નોંધણી કરાવાના તલાટીએ રૂપિયા ૪ હજારની લાંચ માંગી હતી. જે રકઝક થતા ૨ હજાર આપવાના નક્કી કર્યું જોકે નડિયાદ એસીબીએ છટકું ગોઠવી તલાટીને રંગે હાથે લાંચ લેતા પકડી પાડ્યો છે.
નડિયાદ તાલુકાના ડભાણ ગામે આવેલ ગ્રામ પંચાયત કચેરીમાં ફરીયાદીએ ૧૪ ડીસેમ્બર ૨૦૨૩ના રોજ લગ્ન કરેલ જે લગ્નની નોધણી કરાવવા માટે ફરીયાદી કચેરીમાં નોંધણી કરાવવા બાબતે પુછતા આરોપીએ ફરીયાદી પાસે રૂપિયા ૪ હજારની માંગણી કરેલ હતી. જેથી ફરીયાદીએ રકઝક કરતા અંતે રૂપીયા બે હજાર આપવાનું નક્કી થયેલ જે લાંચના નાણા ફરીયાદી આપવા માગતા ન હોય જેથી ફરિયાદ એ નડિયાદ એ.સી.બી. કચેરીનો સંપર્ક કર્યો હતો. જે સંદર્ભે એલસીબીએ છટકુ ગોઠવી તલાટી તરીકે વિશાલકુમાર કાન્તીભાઇ સોલંકી ફરજ બજાવે છે. સોમવારે ગ્રામ પંચાયત કચેરીમાં નડિયાદ એસીબીએ છટકું ગોઠવી તલાટીને પકડી પાડ્યો છે.
