અમદાવાદ ઈન્દોર હાઇવે પર અકસ્માત સર્જાતાં એકનુ મોત નિપજ્યું
નરેશ ગનવાણી નડિયાદ
વડોદરા જિલ્લાના મહેન્દ્રસિંહ કિરીટસિંહ સોઢા પોતાની પત્ની અને પુત્ર સાથે બાધાનો પ્રસંગ ઉજવવા કઠલાલ બુલેટ લઈને આવતા હતા. ત્યારે અમદાવાદ ઈન્દોર હાઇવે પર એક્ટીવા ચાલકે બુલેટને પાછળથી ટક્કર મારી હતી.જેથી બુલેટ પર બેઠેલા ત્રણેય જણ રોડ પર પટકાયા હતા.જેમા રેખાબેનનુ મોત નિપજ્યું હતું
કઠલાલ નજીક વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના સિહોરા ગામના મહેન્દ્રસિંહ કિરીટસિંહ સોઢા પોતાની સાસરી કઠલાલ તાલુકાના છીપીયાલ ગામે માતાજીની બાધાનો પ્રસંગ ઉજવવા મહેન્દ્રસિંહ બુલેટ લઈને તેમની પત્ની તેમજ પુત્ર સાથે ગઇકાલે સાંજના સમયે અમદાવાદ-ઈન્દોર હાઈવે ક્રોસ કરી છીપીયાલ તરફ આવતા હતા. ત્યારે છીપડી પાટીયા પાસે પુરપાટેવ આવેલ એક્ટીવાએ મહેન્દ્રસિંહ સોઢાના બુલેટને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આથી મહેન્દ્રસિંહ અને તેમની પત્ની અને સંતાન ત્રણેય રોડ પર પટકાયા હતા. જેથી મહેન્દ્રસિંહની પત્ની રેખાબેનને શરીર ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તુરંત સારવાર અર્થે કઠલાલ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ મહિલાને મૃત જાહેર કરી હતી. આ બનાવ મામલે મહેન્દ્રસિંહ સોઢાએ એક્ટીવા ચાલક વિરૂધ્ધ કઠલાલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.