છાપરી દાહોદ ખાતે મતગણતરી થનાર હોઈ ટ્રાફિક ડાયવર્ઝન.

તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ એન્જીનિયરીંગ કોલેજ, છાપરી દાહોદ ખાતે મતગણતરી થનાર હોઈ ટ્રાફિક ડાયવર્ઝન કરવા બાબત*

દાહોદ : આગામી તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ એન્જીનિયરીંગ કોલેજ છાપરી દાહોદ ખાતે મતગણતરી થનાર હોય મતગણતરી કેન્દ્ર ખાતે તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ સવારે ૫:૦૦ કલાકથી મત ગણતરી પુર્ણ ન થાય ત્યાં સુધી ભારે જનમેદની ધ્યાને લઈ આ મતગણતરી દરમ્યાન દાહોદ શહેર તેમજ જીલ્લાની પ્રજા પોતાની રોજીંદી કામગીરી દરમ્યાન ટ્રાફીકમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તેમજ ટ્રાફિક રેગ્યુલેશનની જરૂરિયાત હોઈ, સલામતી માટે કાયદો અને વ્યવસ્થા જાળવણી સારૂ ટ્રાફિક ડાયવર્ઝન માટે નાગરિકોએ નોંધ લેવી.

* રૂટ ડાયવર્ઝનના મુદ્દાઓઃ-૧) દાહોદ શહેરમાં ઝાલોદ લીમડી તરફ જતી આવતી બસોને તેમજ મોટા વાહનો તેમજ મુસાફરો ભરી અવર જવર કરતા વાહનો જેવા કે ખાનગી બસો, જીપ, ટેમ્પા, છકડા જેવા વાહનોને ખરોડ બાયપાસ થી સીધા બસ સ્ટેશન પર લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ એસ.ટી.બસો અને વાહનોએ વાયા ઝાલોદ રોડ બાયપાસ ખરોડ ચોકડી થી સતી તોરલ – રાબડાલ, સીવીલ હોસ્પીટલ, ડૉ. ભરપોડાના દવાખાના થઇ બસ સ્ટેશન તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.૨) ઝાલોદ રોડ બાયપાસ ખરોડ ચોકડી થી વન ચેતના ચોકડી સુધી મોટા વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે.૩) કલેકટર કચેરીમાં તેમજ કોર્ટમાં જનાર કર્મચારીઓએ તેમના વાહનો રામા હોટલ થી ઉકરડી રોડ-લક્ષ્મી પાર્ક સોસાયટી થઈ ઉસરવણ-ચોસાલા રોડ તરફ થઈને જવાનુ રહેશે અથવા તો ગોધરા રોડ જકાત નાકા સતી તોરલ વાળા બાયપાસ હાઇ વે રોડ તરફથી પ્રવેશવા કરવાનો રહેશે.૪) દાહોદ શહેર થી ઝાલોદ, લીમડી તરફ જતા વાહનો તમામ પ્રકારના વાહનો ગોધરા જકાત નાકા-સતી તોરલ થઇ ઝાલોદ તરફ પ્રવેશ કરવાનો રહેશે.૫) લીમડી-ઝાલોદ તરફ થી આવતા વાહનો ખરોડ બાયપાસ હાઇવે રોડ થઈ સતી તોરલ થઈ ગોધરા જકાત નાકા થઇ દાહોદ બજારમાં પ્રવેશ કરવાનો રહેશે.આ જાહેરનામાનો અમલ તા.૦૪/૦૬/૨૦૨૪ના દિન-૧ સવારના ૫:૦૦ કલાકથી મતગણતરી પૂર્ણ થાય ત્યાં સુધી કરવાનો રહેશે.આ હુકમ ધી મોટર વ્હીકલ્સ એકટ, ૧૯૮૮ની કલમ ૧૧૨(૩)માં જણાવેલ વાહનો, પોલીસ-સુરક્ષા દળના વાહનો તથા આપતકાલીન સેવાઓ સાથે સંકળાયેલ વાહનો તથા તેમજ રોડ ઉપર અવર-જવર કરતા ઈમરજન્સી વાહનો સામાન્ય સંજોગોમાં એમ્બ્યુલન્સ,ગર્ભવતી સ્ત્રીઓને અને ગંભીર બિમાર વ્યક્તિઓને લઈ જતા વાહનોને લાગુ પડશે નહીં. સરકારી સેવામાં હોય તેવા અધિકારીશ્રીના વાહનો તેમજ સરકારી સેવામાં હોય તેવા વ્યક્તિઓના વાહનોને આ લાગુ પડશે નહી.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શખ્સ ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ નિવાસી અધિક કલેકટરશ્રી જે. એમ. રાવલ દ્વારા આપેલ જાહેરનામા દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!