વડતાલધામમાં સહજાનંદી બાળ યુવા શિબિર ની પૂર્ણાહુતિ

નરેશ ગનવાણી નડિયાદ

સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ ખાતે તારીખ ૨૪ મેથી ૨૬ મે દરમિયાન યોજાયેલી ત્રિદિવસીય સહજાનંદી બાળ યુવા શિબિરની પૂર્ણાહુતિ યોજાઈ. આ શિબિરમાં ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના પાંચ હજાર બાળક- બાલિકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અમેરિકામાં સત્સંગ વિચરણ કરી રહેલા આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, પૂ. જ્ઞાનજીવન સ્વામી (કુંડળ) પુ. નિત્યસ્વરુપદાસજી સરધાર, દેવપ્રકાશદાસજી સ્વામી ચેરમેન, ડો સંત સ્વામી – મુખ્ય કોઠારી , ગોવિંદપ્રસાદ સ્વામી મેતપુરવાળાએ શિબિરાર્થી બાળકોને આશીર્વાદ પાઠવ્યા હતા.
આ શિબિરમાં માતૃ પિતૃ વંદના પર વિશેષ ભાર મુકાયો હતો. આ બાબત માટે ખાસ ભરૂચ જીલ્લા કલેક્ટર માતા પિતા પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. અને બાળકોને પ્રેરણા આપી હતી . તથા અમિતભાઈ જાદુગરે વૃક્ષ બચાવો – કન્યા બચાવો – વ્યસન છોડો વગેરે પ્રેરક પ્રસંગો કહ્યા હતા. અને જીલ્લા એસ પી રાજેશભાઈ ગઢીયા  પોતાનું દ્રષ્ટાંત આપીને માતા પિતાનું મહત્વ કહ્યુ હતું. અને મને બાળ મંડળમાં જવાનો અવસર મળ્યો છે પણ આવી બાળ શિબિરમાં આવવાનો અવસર નથી મળ્યો . તમે ભાગ્યશાળી છો.. કહીને બધાને પ્રેરણા આપી હતી. સંસ્થાએ સાહેબનો આભાર માન્યો હતો. શિબિર દરમિયાન નારાયણચરણ સ્વામી બુધેજ , પ્રિયદર્શન સ્વામી પીજ , ગુણસાગર સ્વામી વિરસદ , નયનપ્રકાશ સ્વામી સુરત , હરિગુણ સ્વામી ઉમરેઠ ગોપાલ ભગત જ્ઞાનબાગ , શુકદેવ સ્વામી -નાર , પ્રેમનંદન સ્વામી ઊજ્જૈન , ઇશ્વરચરણ સ્વામી વડોદરા , ભક્તિચરણ સ્વામી , ચંદ્રકાંત ગોહિલ ગાંધીનગર( ફુડ વિભાગ) વગેરેએ પીપીટી સાથે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમે બાળ જીવનના ઉપયોગી વિષયોની છણાવટ કરી હતી. આ શિબિરમાં પોતાના માતા પિતા સાથે શિબિરમાં ભાગ લેવા આવેલ બાળકોએ પોતાના માતા પિતાને પગે લાગી ચરણ પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. વિદાય લેતા બાળકોએ ગુરુ- સંતોના આશીર્વાદ માટે ગુરુ વંદના કરી હતી.બાળકોએ સંતો સાથે રાસની રમઝટ બોલાવી હતી. વિવિધ સંસ્કારો અને સામાજિક, ધાર્મિક જ્ઞાન સાથે શિબિરાર્થી બાળકોએ વતન ભણી પ્રસ્થાન કર્યું હતું. શિબિર સમાપન પ્રસંગે સંયોજક શાસ્ત્રી નારાયણચરણ દાસજી સ્વામી, સ્વામી શ્યામવલ્લભ, સ્વામી ભક્તિ ચરણદાસજી, પાર્સદ ગોપાલ ભગત , પાર્ષદ ઘનશ્યામ ભગત ટ્રસ્ટી , ગોવિંદ સ્વામી મેતપુરવાળા , પુ આનંદ સ્વામી ઉજ્જૈન વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ સત્સંગીઓના બાળકો યુવાનોમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે દ્રઢ નિશ્ચય થાય અને ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તેવા શુભ આશયથી ત્રણ રાજ્યના પાંચ હજાર બાળકો- બાલિકાઓ અને યુવાનોએ લાભ લીધો હતો. શિબિરનું આયોજન શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે વડતાલ મંદિરના ચેરમેન દેવ પ્રકાશ સ્વામી અને કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!