રાજકોટમાં દુર્ઘટના બાદ ખેડા જિલ્લાની શાળાઓમાં ફાયર સેફટી સુવિધાઓની ચકાસણી
નરેશ ગનવાણી નડિયાદ
રાજકોટ ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ દુર્ઘટના બાદ ખેડા જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લાની શાળાઓમાં ફાયર સેફટી સુવિધાઓની ચકાસણી અંગેના આદેશ આપવામાં આવ્યા છે. શાળાઓમાં ફાયર સેફટીના સાધનો, શિક્ષક અને આચાર્યોને વિશેષ તાલીમ આપવાની સુચના અપાઇ છે. દરેક શાળામાં ફાયર સેફટી, એન્ટ્રી, એક્ઝિટ તેમજ ૯ મીટરથી ઊંચી શાળાઓમાં ફાયર એનઓસી તેમજ ૯ મીટર થી નીચું શાળા મકાન માં ફાયર સેલ્ફ ડેકરેલેશન ચકાસણી કરવામાં આવશે.
ખેડા જિલ્લા શિક્ષણાધિકારી કલ્પેશભાઇ રાવલે જણાવ્યું હતું કે જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક મળીને કુલ ૩૬૧ જેટલી શાળાઓ આવેલી છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખી તેમજ અકસ્માતની કોઈ ઘટના ન બને તેમાટે ઉપરોકત તમામ શાળાઓમાં ફાયર સેફટીનું ચેકીંગ ડીઈઓ કચેરી દ્વારા હાથ ધરવામાં આવશે. શાળામાં ફાયર સેફિટના સાધનો, એન્ટ્રી, એક્ઝિટ સહિત ફાયર સેફટીના નિયમોની ચકાસણી કરવામાં આવશે. જિલ્લાની તમામ શાળાઓમાં પરિપત્ર કરીને જાણ કરવામાં આવશે કે હાલ વેકેશન ચાલી રહ્યું છે. અને નવુસત્ર શરૂ થાય તે ફાયર સેફટીના સાધનોની ચકાસણી કરી લેવા તેમજ નવા સાધનો વસાવવાની જરૂર હોયતો એ નવા વસાવી લેવા અને ફાયર સેફટીની ગંભીરતાં સમજીને સાધનો કાર્યરત રાખવા, નવ મીટરથી ઊંચી શાળા બિલ્ડીંગમાં ફાયર સેફટી એનઓસી રિન્યુ કરવા પણ તમામ શાળાઓના આચાર્યોને આપવામાં આવી છે. પરિપત્ર મુજબ દરેક શાળાઓમાં ડીઈઓ કચેરીના અધિકારી દ્વારા નિરીક્ષણ કરવામાં
આવશે. ફાયર સેફટીના નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે. ત્યારે શાળામાં ફાયર સેફટીની સુવિધા નહીં હોય તો તે શાળાને નોટિસ આપીને નિયમોનો ખુલાસો માગવામાં આવશે. આ ઉપરાંત સલામતીના ભાગરૂપ ભયજનક લગતાં હોય તેવા વર્ગખંડમાં વિદ્યાર્થીઓને બેસાડવા નહીં. વીજ વાયરના છેડા,સાંધા ખુલ્લા ન રહે તેવી તકેદારી રાખવા, શાળા પરીસરમાં આવેલ જર્જરિત ભયજનક વર્ગખંડ મકાન,ટાઈલેટ બ્લોક,સેપ્ટીક ટેન્ક, ખાળકૂવા કે અન્ય બાંધકામ ફરતે આડસ ઉભી કરી ભયજનક સૂચક બોર્ડ તાકીદે લગાવવા ક તે વિસ્તારમાં કોઈપણ વ્યકિત ન પ્રવેશે તે માટે પ્રતિબંધિત કરી પ્રવેશ નિષેધ બોર્ડ મુકવા જણાવવામાં આવ્યું છે. આ બાબતનો રીપોર્ટ તા. ૩૧ મે સુધીમાં અત્રેની કચેરીમાં રજૂ કરવાનો રહેશે તેમ જણાવ્યું હતું.