ઝાલોદ પોલીસ દ્વારા સ્વીફ્ટ ગાડીમાં લઈ જવાતો 118500 નો દારૃ ઝડપી પાડયો : ગાડી ચાલક ફરાર.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ પોલીસ દ્વારા સ્વીફ્ટ ગાડીમાં લઈ જવાતો 118500 નો દારૃ ઝડપી પાડયો : ગાડી ચાલક ફરાર

ઝાલોદ ડી.વાય.એસ.પી પટેલને બાતમી મળેલ હતી કે કમલેશ રતન ડામોર ( રહે.મઘાનીસર, ઝાલોદ ) રાજસ્થાન ડુંગરા તરફથી ઝાલોદ તરફ એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડી જેનો નંબર GJ-15-CF-3941 મા વિદેશી દારૂ ભરીને લાવી રહેલ છે તે બાતમીને આધારે ખરસાણા ગામે કટારા ફળીયામા રોડની સાઈડમાં બાતમી વાળા વાહનની વોચ કરી રહેલ હતા તે દરમ્યાન બાતમી વાળુ વાહન આવતા તેને રોકવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવતા ગાડીના ચાલક દ્વારા ગાડી વળાવી નાસી છૂટવાનો પ્રયત્ન કરવામાં આવેલ હતો પોલીસને ચકમો આપી ગાડી ચાલક ગાડી મુકી ઝાડી ઝાખરાનો લાભ લઈ નાસી છુટેલ હતો પરંતુ પોલીસ દ્વારા નાસી છુટેલ વ્યક્તિને ઓળખી લેવામાં આવેલ હતો. પોલીસ દ્વારા ફોર વ્હીલર ગાડીની તલાસી લેતા ગાડીમાંથી ઇંગ્લિશ દારૂની 27 પેટી મળી આવેલ હતી. આ વિદેશી દારૂની કુલ 780 બોટલો જેની કિંમત અંદાજીત 118500 અને ફોર વ્હીલર ગાડીની કિંમત 200000 થઈ કુલ 318500 નો મુદ્દામાલ પોલીસ દ્વારા ઝડપી પાડેલ હતો. ઓળખી ગયેલ ફરાર આરોપી કમલેશ ડામોર વિરુદ્ધ ગુનો નોંધી પોલીસ દ્વારા કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!