ફતેપુરા તાલુકાના માનાવાળા બોરીદાથી રેકડામાં કતલખાને જતી ભેંસ સુખસર પોલીસે કબજે કરી.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના માનાવાળા બોરીદાથી રેકડામાં કતલખાને જતી ભેંસ સુખસર પોલીસે કબજે કરીભેંસ નંગ એકની કિંમત રૂપિયા 30,000 તથા થ્રી વ્હીલર છકડાની કિંમત રૂપિયા1,00,000 મળી કુલ રૂપિયા1,30,000 નો મુદ્દા માલ કબજે કર્યોસોમવાર સાંજના ચોક્કસ બાતમીના આધારે સુખસર પોલીસે માનાવાળા બોરીદા ખાતેથી છકડામાં કતલખાને ભેંસ લઈ એક ઈસમ પસાર થનાર હોવાની બાતમી મળતા સુખસર પોલીસ બાતમી વાળા છકડાની વોચમાં ઉભા હતા.તેવા સમયે રેકડો આવતા પોલીસે તેને ઉભો રાખવાની કોશિશ કરતા રેકડા ચાલક રેકડો ઉભો નહીં રાખી ભાગવા જતાં સુખસર પોલીસે રેકડાનો પીછો કરી ઉભો રખાવતા તેમાંથી ભેંસને ક્રૃરતા પૂર્વક ટૂંકા દોરડા થી બાંધી લઈ જતા એક ઈસમને ઝડપી લઇ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. સુખસર પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ સોમવાર સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં સુખસર પોલીસ પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન ખાનગી રાહે બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે એક લીલા કલરનો થ્રી વ્હીલ અતુલ શક્તિ છકડામાં પશુને ખીચોખીચ ક્રુરતા પૂર્વક ભરી ઘાણીખૂટથી માનાવાળા બોરીદા ગામના રસ્તે થઈ ઝાલોદ તરફ કતલ કરવા લઈ જનાર હોવા બાબતે બાતમી દારે બાતમી આપતા રાહદારીઓને પંચોના માણસો તરીકે બોલાવી વાતની હકીકતથી વાકેફ કરી બે પંચોના માણસો સાથે રાખી માનાવાળા બોરીદા ગામે પ્રાથમિક શાળા નજીક વોચમાં ઊભા હતા.તે દરમિયાન ઘાણીખુટ તરફથી બાતમી મુજબનો લીલા કલરનો થ્રી વ્હીલ અતુલ છકડો આવતા તેને પોલીસે ઉભો રાખવાની ઈશારો કરતા છકડો ઉભો રાખેલ નહીં. જેથી સરકારી વાહનથી પીછો કરી છકડાને ઉભો રાખવી પંચો રૂબરૂ છકડામાં જોતા એક ભેંસને ટૂંકા દોરડાથી બાંધી કતલખાને ભરીને લઈ જતા છકડાના ચાલક ડ્રાઇવરનું પંચો રૂબરૂ નામ પૂછતા પોતાનું નામ મુજ્જમીલ મજીદભાઈ જાતે મોરા વાલા રહે.ઝાલોદ,કસ્બા ફળિયુ,તા. ઝાલોદ,જિ.દાહોદ નાનો હોવાનું જણાવેલ.જ્યારે આ છકડાની આગળ પાછળ જોતા છકડાનો રજીસ્ટર નંબર લખેલ ન હતો.જ્યારે છકડાની અંદર ઘાસચારો કે પાણીની સગવડ નહીં રાખી એક ભેંસને ક્રૂરતાપૂર્વ ખીચોખીચ બાંધી કતલ કરવાના ઇરાદે થ્રી વ્હીલ છકડામાં ભેંસ નંગ એક જેની કિંમત રૂપિયા 30,000 તથા થ્રી વ્હીલ અતુલ શક્તિ છકડાની કિંમત રૂપિયા એક લાખ મળી કુલ રૂપિયા1,30,000 નો મુદ્દા માલ સુખસર પોલીસે કબજે લઈ વિગતવારનું પંચનામું કરી ભેંસને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવી હોવાનું અને પકડાયેલ ઈસમને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ હોવાનું જાણવા મળે છે. ઉપરોક્ત બાબતે સુખસર પોલીસે ભેંસ તથા છકડાનો કબજો લઈ ઝડપાયેલ મુજ્જમીલ મજીદ ભાઈ મોરાવાલાના ઓની ધરપકડ કરી તેના વિરુદ્ધ ધી ગુજરાત પ્રાણી કૃરતા નિવારણ અધિનિયમ 1960 ની કલમ- 11 (1 )(ડી)(ઇ)(એફ)(એચ) તથા જી.પી. એક્ટ કલમ-119 મુજબ કાયદેસરની એફ.આઇ.આર દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.