કપડવંજ પાસે કારે અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનુ મોત નિપજયું
નરેશ ગનવાણી નડિયાદ
કપડવંજ પાસે ઘરેથી નોકરીએ જતી વખતે અર્ટીકા કારે બાઇકને ટક્કર મારતાં બાઇક ચાલકનુ કરૂણ મોત નિપજયું છે. આ બનાવ મામલે કપડવંજ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
કપડવંજ અંતિસર ગામે રહેતા રવી રાજુભાઈ ગઇકાલે બાઇક લઈને બાયડ નોકરી જતી વખતે કપડવંજના ગોકાજીના મુવાડા પાસે પુરપાટે આવતી અર્ટીકા કારના ચાલકે બાઇક સાથે અથડાતા બાઇક ચાલક રવી રોડ પર પટકાયો હતો. જેથી તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો આવી ગયા હતા. આ ઘટનાની જાણ રવીના કાકા મહેશભાઈને થતાં તેઓ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. રવીને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે કરૂણ મોત નિપજયું હતું. આથી આ બનાવ મામલે મહેશભાઈએ અકસ્માત કરનાર કાર ચાલક વિરૂધ્ધ કપડવંજ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે