નડિયાદ પાસે નરસંડા ગામે બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ તાલુકાના નરસંડા ગાંધી ચોકમાં રહેતા જૈમીનકુમાર શશીકાન્ત પટેલે તેમની બહેન ડભાણમાં રહેછે બહેનના સાસુ સસરા વીસેક દિવસ મુંબઈ ફરવા જવાના હોવાથી તેમના માતાએ ડભાણ દિકરીના ઘરે રહેવા જવાની ઈચ્છા દર્શાવી હતી. જેથી તેમના માતા પિતા તા.૯ મે ૨૦૨૪ના રોજ ડભાણ રહેવા માટે ગયા હતા. જો કે જૈમીનકુમાર રોજ બપોરના સમયે તેમના ઘરે આવતા હતા ત્યાં નાહી ધોઈને વડતાલ મંદિરે દર્શન કરવા જતા હતા. જો કે તા.૧૧ મે ૨૦૨૪ના રોજ બપોરના સમયે નરસંડા ઘરે આવતા ઘરના મેઈન દરવાજાની લોખંડની જાળી ખુલ્લી હતી, નકુચો તૂટેલ અને તાળુ નીચે પડેલ હતું. ઘરમાં ચોરી થયાનું જણા થતા તેમણે બનાવની જાણ પોલીસને કરી હતી. ત્યારબાદ ઘરમાં જઈ તપાસ કરતાં લાકડાના કબાટની વસ્તુઓ વેરણછેરણ હતી. કબાટમાં મુકેલ સોના ચાંદીના દાગીના મુકવાનું બોક્ષ ખુલ્લુ હતું. તેમાં મુકેલ દાગીના એક સોનાની વીંટી, અઢી તોલાની સોનાની ચેઈન, અઢી તોલાનું સોનાનું મંગળસુત્ર, ૧૦ ગ્રામના ચાંદીના એવા ૧૦ સિક્કા, દસેક ગ્રામનો કેડ કંદોરો, તેમના માતાના પર્સમાં મુકેલ છ એક હજાર રોકડા હતા. આ મામલે પોલીસે રૂ.૧.૧૪ લાખની ચોરીની ફરિયાદ નોંધી તસ્કરોને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.