ચાકલીયા પોલીસે ઇકો ગાડીમા લઈ જવાતો 69840 નોવિદેશી દારૂ ઝડપી પાડયો : એક ઈસમની અટકાયત કરાઈ.

પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ

ચાકલીયા પોલીસે ઇકો ગાડીમા લઈ જવાતો 69840 નો
વિદેશી દારૂ ઝડપી પાડયો : એક ઈસમની અટકાયત કરાઈ

   ઝાલોદ તાલુકાની ચાકલીયા પોલીસના પી.એસ.આઇ જે.કે.રાઠોડ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઈસમોની વોચ કરવા પેટ્રોલિંગમા હતા ત્યારે બાતમી મળેલ હતી કે સફેદ કલરની ઇકો GJ-01-RE-5044 નંબરની ગાડીમાં મૂકેશ કાળિયા મોહનીય ( રહે.સાતસેરા, મેઘનગર) પાસેથી એક ઈસમ વિદેશી દારૂનો જથ્થો લઈને આવી રહેલ છે. બાતમી મુજબ પી.એસ.આઇ જે.કે.રાઠોડ દાતીયા ગામે નવીન બનતા કોરીડોર પાસે ગાડીની વોચમા હતા તે દરમ્યાન બાતમી વાળુ વાહન આવતા ગાડી રોકતા તેની તલાસી લેતા લેતા તેમાં વિદેશી દારૂ જોવા મળેલ હતો. 
 પી.એસ.આઈ રાઠોડ દ્વારા ઈકો ગાડીના ચાલકની અટકાયત કરી તેની પૂછપરછ કરાતા તેણે તેનું નામ હિતેશ ગૌતમ મકવાણા ( તળાવ ફળીયુ, ખરવાણી, ઝાલોદ) બતાવેલ હતું. ઈકો ગાડીની તલાસી લેતા ગાડી માથી વિદેશી દારૂની તેર પેટી જેમાં કુલ 528 બોટલ હતી જેની કિંમત 69840 અને ઇકો ગાડીની કિંમત 200000 થઈ કુલ 269840 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા મેળવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: