નડિયાદની કોલેજમાં ઓનલાઈન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું
નરેશ ગનવાણી નડિયાદ
ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં ગુજરાતી વિભાગ દ્વારા ‘ગુજરાતી ભાષાસજ્જતા’ વિષય અતંર્ગત ગુજરાતી ભાષાનો પરિચય અને ગુજરાતી વ્યાકરણ ‘છંદ-અલંકાર વિષય પર તા. ૩૦-મે૨૦૨૪ થી તા. ૧ મે ૨૦૨૪ સુધી ત્રિદિવસીય ઓનલાઈન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેબિનારના પ્રથમ દિવસે કોલેજના આચાર્ય ડૉ.મહેન્દ્રકુમાર દવે સાહેબે માતૃભાષાના મહત્ત્વ વિશે ખૂબ જ સરસ વાત કરી કાર્યક્રમની ભૂમિકા બાંધી હતી અને ગુજરાતી વિભાગના અધ્યક્ષા ડો. કલ્પનાબેન ત્રિવેદીએ ગુજરાતી ભાષા પરિચય અને ગુજરાતી ભાષાના સામયિકો તથા શબ્દકોષ વિશે માહિતી આપી હતી. પ્રથમ દિવસે મુખ્ય વક્તા ડો. પ્રિતેશભાઈ કુમકિયા એ સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણના મહત્ત્વ સંદર્ભે ઉંડાણપૂર્વક માહિતી આપી હતી.બીજા દિવસે ગુજરાતી વિભાગના અધ્યક્ષા ડો. કલ્પનાબેન ત્રિવેદીએ ગુજરાતી વ્યાકરણ ‘છંદ’ વિષય પર પીપીટી દ્વારા વિદ્યાર્થીઓને ઉદાહરણ સાથે અને વિદ્યાર્થીઓને સ્વાધ્યાય કરાવતાં સમજૂતી આપી હતી. ત્રીજા દિવસે ‘ અલંકાર ‘વિષય પર ડો. વિદ્યાબેન ચૌધરીએ પીપીટીના માધ્યમથી વ્યાખ્યાન આપ્યું હતું. ડો. ભારતીબેને કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.આ વેબિનારમાં કોલેજના અધ્યાપકો તેમજ ગુજરાતી ભાષાના ઉત્સુક વિદ્યાર્થીઓ જોડાયા હતા.