દેવગઢ બારીયા ખાતે ગુજરાત મધ્યપ્રદેશ,રાજસ્થાન,મહારાષ્ટ્ર કલાલ સમાજના યુવક-યુવતીઓનું પરિચય સંમેલન યોજાયું.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
દેવગઢ બારીયા ખાતે ગુજરાત મધ્યપ્રદેશ,રાજસ્થાન,મહારાષ્ટ્ર કલાલ સમાજના યુવક-યુવતીઓનું પરિચય સંમેલન યોજાયું
પંચમહાલ,મહીસાગર,દાહોદ, ગાંગડતળાઈ સમિતિ દ્વારા આયોજન કરાયું હતુ
પંચમહાલ,મહીસાગર,દાહોદ, ગાંગડ તળાઈ કલાલ સમાજ સમિતિ દ્વારા પ્રથમ વાર દેવગઢ બારીયા ખાતે યુવક-યુવતીઓનું પરિચય સંમેલન યોજાયું હતું.જેમાં ચારેય રાજ્યો માંથી 104 થી વધુ યુવક-યુવતીઓએ પરીચય સંમેલનમાં ભાગ લીધો હતો.
જેમાં મુખ્ય અતિથિ પ.પૂ.ધનગીરી બાપુએ સમાજના કુરિવાજો,ખોટા વ્યસનોથી દૂર રહેવા અને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી બનવા અનુરોધ કરાયો હતો. પંચમહાલ,મહીસાગર,દાહોદ, ગાંગડતળાઈ કલાલ સમાજના યુવક – યુવતીઓનું પરિચય સંમેલન 31 મે શુક્રવારના રોજ દેવગઢ બારીયાના વાટિકા ગ્રીન રિસોર્ટ ખાતે યોજાયો હતુ.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે દેવરાજ ધામ મોડાસાના પરમ પૂજ્ય શ્રી ધનગીરી બાપુ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત,રાજસ્થાન, મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશના કલાલ,કલવાર, કલચૂરી,જેસવાલ,સમાજના પ્રમુખો તેમજ પૂજ્ય ધનગીરી બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી.આ સંમેલનમાં અંદાજે 800 જેટલા વ્યક્તિઓ જેમા મહેમાનો યુવક,યુવતીઓ,વાલીઓ અને સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા.104 જેટલાં યુવક યુવતી ઉપસ્થિત રહી પોતાનો પરીચય આપ્યો હતો. આ કાર્યક્રમમાં બાપુ એ કુરિવાજો,ખોટા વ્યસનોથી દૂર રહેવાની સાથે યુવાનોને સમાજ શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિકારી બનવા તેમજ યુવાનો – યુવતી સારુ ભણે અને શિક્ષણ થકી સારુ દાંમ્પત્ય જીવનમાં યશ કલગીનો ઉમેરો થાય અને કુટુંબિક ક્ષેત્રે પ્રગતિ થાય તેવા આશીર્વાચનો પાઠવ્યા હતા.આ ઉપરાંત સમાજ ના આગેવાનોએ જણાવ્યું હતુ કે,સમાજ યુવક – યુવતીને શિક્ષણ અને ઉંમર તથા નોકરીને અનુરૂપ યુવક-યુવતીઓ લગ્ન ગ્રંથિથી જોડાય અને એક બીજાની પસંદ માટે યુવાનો-યુવતીઓ એક જ સ્થળ પર ભેગા થાય અને યોગ્ય પાત્ર ની શોધમાં દોડાદોડી ના થાય અને આજના પ્રવર્તમાન યુગમાં ડિજિટલ મીડિયામાં સમય બચે અને મોટી સંખ્યામાં લોકો લાભ લે તેવો અનુરોધ કર્યો હતો.અન્ય વિસ્તારમાંથી આવેલ સમાજના પ્રમુખો તેમજ સમાજ જનોએ પ્રથમવાર આ વિસ્તારમાં ભવ્ય કાર્યક્રમ કરવા બદલ પંચમહાલ,દાહોદ, મહીસાગર,ગાંગડ તલાઈ કમિટીને શુભેચ્છાઓ પાઠવી હતી.
બોક્સ
કાર્યક્રમમાં મનોરંજન માટે આયોજન મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના કલાલ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં નંબર પ્રાપ્ત કરનાર વિજેતાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

