કપડવંજમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડયો
નરેશ ગનવાણી નડિયાદ
રાજ્યની સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે ગઇકાલે રાત્રે ખેડા જિલ્લાના કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનની હદમાંથી બુટલેગરના ઘરમાંથી ૪ લાખ ૭૫ હજાર ૯૯૨ની સાથે ત્રણ ઇસમો ઝડપી પાડયા છે.
સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે કપડવંજ શહેરના બારોટવાડો, મીના બજારમાં રહેતો પરેશ હરેન્દ્ર બારોટના ઘરે મોટીમાત્રામાં વિદેશી દારૂ ઉતર્યો હોવાની બાતમી આધારે રેડ કરી હતી. દરમિયાન પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની નાની મોટી બોટલો કુલ ૨૧૫૬ કિંમત રૂપિયા ૪ લાખ ૭૫ હજાર ૯૯૨ની મળી આવી હતી. જ્યારે વ્હિકલ ૨, મોબાઇલ નંગ ૩ અને રોકડ ૧૫ હજાર મળી કુલ ૬ લાખ ૩૦ હજાર ૯૯૨નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં ત્રણ આરોપીઓ ઝડપાયા છે. જેમાં કિરણ મોહન પરમાર (રહે.બારોટવાડો, કપડવંજ), વિશાલ ગીરીરાજ જોષી (રહે.સુથારવાડો, કપડવંજ) અને ધર્મેશ નાનુભાઈ બારોટ (રહે.બારોટવાડો, કપડવંજ)નો સમાવેશ થાય છે.