ખેડા જિલ્લામાં અલગ અલગ જગ્યાએથી તમાકુ ની ચોરી કરતા ત્રણ ઇસમો ઝડપાયા

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લામાં જુદીજુદી જગ્યાએ તમાકુ ચોરીની ૬થી વધુ ફરિયાદો નોંધાઈ છે. ડાકોર પોલીસે તમાકુ ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડયા પકડી છે. પુછપરછમાં ૧૧ જેટલી જગ્યાઓએ આ રીતે તમાકુના ગોડાઉનમાં પ્રવેશી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે આ બાબતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા જિલ્લામાં ખેતરમાં આવેલ તમાકુના ગોડાઉનમાં થી મોટી માત્રામાં તમાકુની બોરીઓ ચોરી કરીને પલાયન થતી ચોક્કસ ટોળકી સક્રિય થઈ હતી. આ ટોળકી ખેડુતો દ્વારા  તૈયાર કરેલા પાકને ગોડાઉનમાંથી  તમાકુની બોરીઓ ઉઠાવી ફરાર થઈ જતી હતી.

ડાકોર પોલીસે બાતમીના આધારે  લક્ષ્મીપુરામાં બે અજાણ્યા ઇસમો તમાકુ ભરેલી ૨૫ જેટલી બોરી વેચવા આવવાના છે જેથી ગામ નજીક પોલીસે વોચ ગોઠવી તમાકુ ભરેલી ૨૫ બોરી સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા જેમની પુછપરછ કરતા આરોપીઓએ પોતાના નામ ભલા ઉર્ફે ભલીયો ફુલા તળપદા (રહે.ઉદરા, મહુધા) અને કાળા વાઘજી ભરવાડ (રહે.ઉદરા, મહુધા) હોવાનું જણાવ્યું હતું. વધુમાં આ તમાકુની બોરીઓ ચોરી કરી લાવ્યા હોવાની કબૂલાત કરી છે. આ ઉપરાંત આ કેસમાં પોલીસે બીજા રોહિત જયંતિ તળપદા (રહે​​​​​​​.નડિયાદ)ની પણ ધરપકડ કરી છે. તો અન્ય લાલજી સમલા પરમાર (રહે.મહુધા) અને સબ્બીરબેગ કૌસરનબેગ મીરઝા (રહે.મહુધા) તેમજ તેના ૪ મજૂરો મળી કુલ ૯ લોકોના નામ આ તમાકુની ચોરીમાં બહાર આવ્યા છે. જેથી પોલીસે આ તમામ લોકોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!