આકસ્મિક આગ લાગે ત્યારે શુ કરવું તેની માહિતી એસ્ટીના કર્મચારીઓને ફાયરબ્રિગેડ દ્વારા આપવામાં આવી

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ ડેપો દ્વારા બસમાં આગ લાગે ત્યારે ડ્રાઇવર, કંડક્ટરે આગ ઓલાવવા માટે શું કરવું જોઈએ તેની તાલીમ શિબિર રાખી હતી. નડિયાદ ફાયર બ્રિગેડ દ્વારા માહિતી આપવામાં આવી હતી‌.

નડિયાદ ડેપો દ્વારા  શનીવારે નડિયાદના બસ સ્ટેન્ડમાં ડ્રાઇવર અને કંડકટરને હાજર રાખીને ફાયર સેફ્ટીનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમા નડિયાદ ફાયર બિગ્રેડની ટીમ  અને નડિયાદ એસટી ડેપો મેનેજરની હાજરીમાં ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા એસટીના ડ્રાઇવર, કંડક્ટરને માહિતી આપવામાં આવી હતી. દરેક બસમાં આગ ઓલવવા માટે વ્યવસ્થા હોય છે. પરંતુ આ અગ્નિસામક મશીનનો ઉપયોગ ઘણા ઓછાને આવડતો હોય છે. જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા આની સમજ આપવામાં આવી હતી અને પ્રેક્ટીકલ કરીને સમજાવ્યું હતું. નડિયાદ ડેપો મેનેજર કે.કે.પરમારે જણાવ્યું હતું કે, મુસાફરોની સલામતી ખૂબ જ જરૂરી હોય છે. ત્યારે દરેક કર્મચારીને આવા સાધનનો ઉપયોગ કેવી રીતે કરવો તે ખૂબ જ મહત્વનું બની જાય છે. આવી માહિતી લીધી હોય તો કોઈ મુશ્કેલી કે આગ લાગે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે.નડિયાદ ફાયર બ્રિગેડે પણ  આગ લાગે ત્યારે કેવા પ્રકારની કામગીરી કરવી તેની માહિતી આપી હતી. તેમજ ડ્રાઇવર કંડકટરોમાં ઉપસ્થિત થયેલા સવાલોના જવાબ પણ તેમણે સંતોષકાર રીતે આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: