મહુધાનો યુવાન આર્મીમાં તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરતા ગ્રામજનોએ સ્વાગત રેલી યોજી
નરેશ ગનવાણી નડિયાદ
અનેક યુવાનોએ દેશની રક્ષા માટે પોતાનું જીવનના અમૂલ્ય વર્ષોનું યોગદાન આપ્યું છે. ખેડા જિલ્લાના મહુધા તાલુકાના કપરૂપુર ગામના યુવાન સોઢા મુકેશકુમાર લક્ષ્મણસિંહની ઇન્ડિયન આર્મીમાં અગ્નિવીર તરીકે પસંદગી થતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના કપરુપુર ગામમાં રહેતા લક્ષ્મણસિંહ સોઢાનો દીકરો મુકેશકુમાર ઇન્ડિયન આર્મીમાં અગ્નિવીર તરીકે પસંદગી પામતા ટ્રેનિંગ પૂર્ણ કરી ગામમાં આવતા સમસ્ત ગામજનો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લાનું ગૌરવ વધારવા બદલ તેમજ દેશની રક્ષા કરવા માટે ગામના યુવાનની પસંદગી થતા સમસ્ત કપરુપુર ગામમાં હર્ષ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. યુવાનોને વડીલો સૌ સાથે મળીને તેને કુમકુમ તિલક, ફૂલહાર, તેમજ દેશભક્તિના ગીતો સાથે ભવ્ય સ્વાગત રેલી ગામમાં નીકળી હતી. હાથમાં ફ્લેગ અને ડીજે ના તાલે આ સ્વાગત યાત્રા નીકળી હતી