ઝાલોદ નગરમાં રોડ રસ્તાની માંગણીને લઈ વાયદાનો થપ્પો રમતા નગરપાલિકા ચીફ ઓફિસર.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ઝાલોદ નગરમાં રોડ રસ્તાની માંગણીને લઈ વાયદાનો થપ્પો રમતા નગરપાલિકા ચીફ ઓફિસર
રસ્તાની માંગણીને લઈ દુકાનો પર નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખી અનોખી રીતે વિરોધ કરાયો
ઝાલોદ નગર પાલિકા અંતર્ગત આવતા વોર્ડ નંબર 4 મા આવતા ટાવર થી સિટી ગ્રાઉન્ડ સુધીનો રસ્તો છેલ્લા આઠ માસથી નગરપાલિકા દ્વારા તોડી નાખેલો છે અને તેના નવીનીકરણ માટે આ વિસ્તારમાં રહેતા રહીશો દ્વારા નગર પાલિકાના ચીફ ઓફિસરને અને ઈન્જીનીયર કિશોરભાઈને કેટલીય વાર લેખિત, મૌખિક અને ટેલીફોનીક રીતે રસ્તો નવો બનાવવા માટે માંગ કરાઈ રહેલ છે. અહીંના રહીશોને અહીંથી આવન જાવન કરવા માટે ઘણી બધી તકલીફ પડી રહેલ છે આગામી દિવસોમાં ચોમાસુ બેસે તે પહેલાં રોડ બનાવવા માટે અહીંના લોકો દ્વારા માંગણી કરવામાં આવેલ છે પણ નગરપાલિકાની સત્તામાં બેઠેલ જાડી ચામડીના અધિકારીઓ કામ ન કરવાનું મુડ બનાવી બેસેલ છે તેવું લાગે છે.અહીંના રહીશો દ્વારા રોડ બનાવવાની માંગ કરવામાં આવે છે ત્યારે ખોટા વાયદા કરવામાં આવે છે આ રોડની માંગ કરતા રહીશો આ વિસ્તારમા રહીને કોઈ ગુનેગાર બની ગયા હોય એવો જવાબ આપે છે. ઝાલોદની જનતા પાસે ચુંટણી ટાણે વોટ લેવા આવતા નગરના સ્થાનિક નેતાગીરી ને પણ અહીંના સ્થાનિકો દ્વારા કેટલીય રજૂઆતો કરાઈ પરંતુ તેઓનું પણ પાલિકા તંત્ર સાંભળતુ નથી કે કઈ ઊપજતું નથી તેવું સ્થાનિકોએ લાગી રહેલ છે.
ઝાલોદની જનતાની સમસ્યાનો ઉકેલ જો સમયસર નહી આવે તો જનતા હવે ઝાલોદના ટાવર, પ્રજાપતીવાસ,અને સીટી ગ્રાઉન્ડ વિસ્તારની સોસાયટીના રહેવાસી ફરી આંદોલન ના મુડમા છે અને બની શકે આવનારી નગર પાલિકાની ચુટણીનો બહિષ્કાર કરે.
ભરત ટાવર થી પાલિકા સુધી રોડની ખરાબ પરિસ્થિતિ થી અહીં રહેતા સ્થાનિકો ત્રાસી ગયેલ છે. નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆતો કરતા બદલામાં વાયદાઓ પર વાયદા કરતા રહે છે જેથી જાણે અહીંના લોકો સાથે થપ્પાની રમત રમતા હોય તેમ સ્થાનિકોને લાગી રહેલ છે. સ્થાનિકો એ નગરપાલિકાના ખરાબ વહીવટને લઈ અનોખી રીતે વિરોધ કરેલ છે ટાવર થી નગરપાલિકા વિસ્તાર સુધીની દિવાલો પર પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખી વિરોધ કરાયો છે. હાલમાં સ્થાનિકો દ્વારા ચીફ ઓફિસરને મૌખિક રીતે ફરી રજૂઆત કરવામાં આવતા તેઓએ ગુરુવાર થી નવીન રોડની કામગીરી થશે તેવો વાયદો કરેલ છે. જો સ્થાનિકોના નવીન રોડની માંગણી હવે પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ છે.

