ઝાલોદ તાલુકાના બાજરવાડા ચોકડી પર ફોર વ્હીલર ગાડીના ચાલક દ્વારા પૂરપાટ ચલાવી ટુ વ્હીલરને અડફેટે લેતા વ્યક્તિનું સારવાર દરમિયાન મોત.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાના બાજરવાડા ચોકડી પર ફોર વ્હીલર ગાડીના ચાલક દ્વારા પૂરપાટ ચલાવી ટુ વ્હીલરને અડફેટે લેતા વ્યક્તિનું સારવાર દરમિયાન મોત
ઝાલોદ તાલુકાના ટીમાચી ગામમાં રહેતા બે યુવકો ધ્રુવીલ રાજુ બારીયા તથા વિનોદ બાબુ બારીયા પોતાની ટુ વ્હીલર બાઇક GJ-20-BE-3483 તેમના સંબંધીને મળી સુરપળી ગામે થી આવી રહેલ હતા તે દરમ્યાન બાજરવાડા ચોકડી ઉપર બોલેરો ગાડી GJ-06-EQ-7328 ના ચાલક દ્વારા ગફલત રીતે ફોર વ્હીલર ગાડી હંકારી લાવતા ટુ વ્હીલર ગાડીને અડફેટે લઈ અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં ટુ વ્હીલર પર સવાર બંને વ્યક્તિને શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી. આ અકસ્માતમાં ધ્રુવીલને વઘુ ગંભીર ઇજા થતા તેનું સારવાર દરમ્યાન મોત થયેલ હતું. ફોર વ્હીલર ચાલક અકસ્માત સર્જી ગાડી મુકી નાસી ગયેલ હતો. પોલીસ દ્વારા ગાડીને કબજે લઈ અજાણ્યા ફોર વ્હીલર ચાલકની તપાસ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.