નડિયાદ કમળા રોડ પર આવેલ જીઆઇડીસીમાં ગરેકાયદે દબાણો દૂર કરવામાં આવ્યાં

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ કમળા રોડ પર આવેલ જીઆઇડીસીની ચાર હજાર ચોરસ મીટરમાં ગરેકાયદે કાચુ પાકું બાંધકામ કરીને દબાણ કરવામાં આવ્યું હતું ત્યારે જીઆઈડીસી દ્વારા દબાણો હટાવવાની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. કારણકે કાચા પાકા ઘરના દબાણો દૂર કરવામાં આવતાં ૧૫ ઉપરાંત પરિવારો બે ઘર બની ગયા છે. ચોમાસાનું નજીક છે ત્યારે બેઘર બનેલા લોકોપોતાનો સરસામાન લઈને ક્યાં જવું તે મોટા યક્ષપ્રશ્ન બની ગયો છે.
જીઆઈડીસી દ્વારા પાકા બાંધકામના દબાણ જેસીબી મશીન દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. આ દબાણની કામગીરીને લઈને જીઆઈડીસીમાં અધિકારીઓ અને દબાણકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. નડિયાદ જીઆઈડીસીમાં ફેસ ટુ પાસે ચાર હજાર ઉપરાંત ચોરસ મીટરમાં ગેરકાયદે કાચા પાકા ઝુંપડાં, બાંધકામના દબાણો કરીને લોકો રહેતા હતા. જીઆઈ ડીસીની જમીનમાં થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની વિદ્યાનગર જીઆઈડીસી ઓફિસ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. શહેરની જીઆઈડીસી જમીનમાં દબાણો હટાવવાની શરૂ કરાતાં ત્યાં રહેતા શ્રમજીવીઓ કામધંધા જવાના બદલે પોતાના ઘરવખરી સલામત ખસેડવા કામે લાગ્યા હતા. બીજીબાજુ આ શ્રમજીવી પરિવારોએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, ચોમાસા સિઝનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ઘરવખરી સામાન લઈને ક્યાં જવું તેવા પ્રશ્નો ઉભા થયા છે. તંત્ર દ્વારા આ વિસ્તારમાંથી ૧૫ જેટલા ઝૂપડાં અને પાકું બાંધકામ તોડીને દૂર કરવામાં આવ્યું છે. ૧૫ ઉપરાંત પરિવારો બેઘર બની ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: