નડિયાદ કોલેજ રોડની કેનાલનામાં મોતની છલાંગ લગાવનાર યુવકનું મોત
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ કોલેજ રોડ પર ગઈકાલે એક યુવકે બાઇક કેનાલની સાઈડ પાસે મૂકી સાથે પોતાનો મોબાઇલ પણ કેનાલની પારી પર મુકી યુવકે કોઈ કારણસર કેનાલમાં ઝંપલાવ્યું હતું. આસપાસના લોકો દોડી આવ્યા હતા અને નડિયાદ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમે કેનાલના પાણીમાં યુવકને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ સારવાર મળે તે પહેલા જ આ યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવની જણ નડિયાદ પોલીસને થતા તેઓ ઘટના સ્થળ દોડી ગયા હતા અને મોબાઈલ અને બાઇક નંબરના આધારે તપાસ કરતાં મરણજનાર યુવક , નારાયણ સોસાયટી, જવાહરનગર નડિયાદનો જયેશ સુરેશ રોહિત હોવાનું જાણવા મળ્યું નડિયાદ ટાઉન પોલીસમાં અજય સુરેશ રોહિતની જાણના આધારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.આ બનાવની તપાસ કરનાર પોલીસ કર્મચારી જયેશભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં મરણજનાર જયેશ રોહિતે પ્રેમ પ્રકરણના કારણે આ પગલું ભર્યું છે. જોકે હજુ વધુ તપાસ ચાલે છે.