સિંધી માર્કેટ અત્યારે ને અત્યારે બંધ થાવી જોઈએ ની ધમકી આપતા નગરસેવિકા રચનાબેન વિરુદ્ધ સિંધી વેપારી મેદાને.

બ્યુરોરિપોર્ટ

સિંધી માર્કેટ અત્યારે ને અત્યારે બંધ થાવી જોઈએ ની ધમકી આપતા નગરસેવિકા રચનાબેન વિરુદ્ધ સિંધી વેપારી મેદાને*

કલેકટર અને ધારાસભ્ય દિવ્યેશ અકબરી તેમજ ઉચ્ચ સ્તરે રજૂઆત કરતા બર્ધનચોક સિંધી કલોથ માર્કેટ એસો.

જામનગર બર્ધનચોક વિસ્તારમાં “NO HAWKING ZONE” નો ગૂજરાત હાઇકોર્ટનો ઓર્ડર અમલ છે છતાં ખૂલે આમ ગુજરાત હાઈકોર્ટના ઓર્ડરની ધજીયા ઉડાળી ગેરકાયદેસર પથારા અને રેકડી વાળા કબ્જો જમાવીને બેઠા છે. સિંધી માર્કેટમાં વેપારીઓ પાસે માલિકીના દસ્તાવેજ છે , તેઓ સમયસર વેરો ભરે છે, સમયસર બધા કરવેરા ભરે છે તેમજ લાઇટબીલ પણ ભરે છે. બર્ધનચોકમાં ગેરકાયદેસર પથારા વાળાને હટાવી “NO HAWKING ZONE” અમલ કરાવી પોલીસ તંત્ર અને એસ્ટેટ વિભાગ સારી કામગીરી કરે છે તો બીજી બાજુ મહિલા કોર્પોરેટર રચનાબેન ખુલ્લામા ગેરકાયદેસર પથારા વાળાના સમર્થનમાં આવી પોલીસ તંત્ર અને એસ્ટેટ વિભાગને આ કામગિરી ના કરવા ઉગ્ર રજુઆત અને ગેરકાયદેસર પથારાવાળા માટે ધરણા કરવાની ધમકી આપે છે, એટલુજ નહિ જો ૨૪ કલાકમાં ગેરકાયદેસર પથારા પાછા ચાલુ નહિ થાય તો કાયદેસર માલિકીની સિંધી માર્કેટ બંધ કરાવવાની ધમકી આપી છે અને ૨ સમાજ વચ્ચે વયમનસ્વ ફેલાય, દ્વેષ ફેલાય તેવા શબ્દોનો ઉપયોગ ફેસબુક લાઈવમાં કરી એક સમાજને ઉષ્કેરવાનું કાર્ય કરી રહ્યા હોય ત્યારે તેમના વિરોધ કાર્યવાહિ થાય અને યોગ્ય ન્યાય મળે તે માટે બર્ધનચોક સિંધી ક્લોથ માર્કેટ એસોિયેશન દ્વારા જામનગરના કલેક્ટર શ્રી તેમજ ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરીને આવેદન આપ્યુ.બર્ધનચોક સિંધી ક્લોથ માર્કેટ એસો.જામનગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: