મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા તાલુકા સેવા સદનની આકસ્મિક મુલાકાત લીધી
નરેશ ગનવાણી નડિયાદ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શુક્રવારે સવારે આણંદ જિલ્લાના સારસા ગામની પોતાની મુલાકાત પૂર્ણ કરી ખેડા તાલુકા સેવાસદનની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા.
કોઈ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના ખેડા તાલુકા સેવાસદનની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રીએ દફતર ચકાસણી કરી કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરી હતી.
ખેડા તાલુકા સેવા સદનની ઓચિંતી મુલાકાત લઈ કચેરી કામગીરીની ગ્રાઉન્ડ લેવલની સમીક્ષા કરી હતી. કચેરી તથા અધિકારીઓની કામગીરીની સમીક્ષા બાદ મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવને જિલ્લાના નાગરિકોને ઉત્તમ સેવાઓ મળી રહે તે માટે જિલ્લા વ્યવસ્થાપન અંગેના જરૂરી માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. આ મુલાકાત દરમિયાન રાજ્યના ચીફ સેક્રેટરી રાજ કુમાર, મહેસૂલ અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત રહ્યા હતા.