ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે તળાવમા ન્હાવા ગયેલ બે બાળકો ડૂબી જતાં મોત.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે તળાવમા ન્હાવા ગયેલ બે બાળકો ડૂબી જતાં મોત
ઝાલોદ તાલુકાના સરસવાણી ગામે તારીખ 13-06-2024 ના ગુરુવારના રોજ આસરે સવારે 11 વાગે બસ સ્ટેશન પાછળ આવેલ તળાવમાં ન્હાવા ગયેલ હતા. આ બંને બાળકો કલજી સરસવાણી ગામના મહુડી ફળીયામા રહેતા હતા. આ બંને બાળકો (1) ભવ્ય સુરેશ વસૈયા ઉ.વ 7 વર્ષ અને (2) શ્રુતિ હિંમત વસૈયા ઉ.વ 12 વર્ષ તળાવમાં ન્હાવા ગયેલ હતા આ બંને બાળકોનુ અચાનક તળાવમાં ડૂબી જતાં મોત થયેલ હતું. બાળકોના મોત થયાના સમાચાર સાંભળી આજુબાજુ રહેતા ગ્રામજનો ત્યાં ઉમટી પડેલ હતો. બંને બાળકોના મોત થતા તેના પરીજનોના આક્રંદ થી આખું વાતાવરણ ગમગીન બની ગયેલ હતું. આ ઘટનાની જાણ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં પડતાં પોલીસ દ્વારા જાણવાજોગ નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.