દાહોદ એલસીબી પોલીસે મુખ્ય સુત્રધાર સહિત ફાયનાન્સ લુંટની ગેંગના ચાર આરોપીઓને ઝડપી પાડી ફાયનાન્સ લુંટના ૬(છ) ગુનાનો ભેદ ઉકેલી કુલ રૂપિયા ૧,૬પ, રપપ નો મુદ્દામાલ રિકવર કર્યો : ફાયનાન્સ લુંટના અનડિટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવામાં દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળેલ સફળતા

અનવર ખાન પઠાણ / ધ્રુવ ગોસ્વામી

દાહોદ તા.૨૦
આજરોજ પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ એલ.સી.બી.પોલીસ પોતાના સ્ટાફના જવાનો સાથે ફતેપુરા તાલુકાના ગરાડું ગામે વોચ ગોઠવી ઉભા હતા. આ દરમ્યાન ત્યાથી નંબર વગરની ૩ મોટરસાઈકલો પર સવાર થઈ જઈ રહેલા જીગર રમેશભાઈ પારગી (રહે.હોળી ફળિયુ, ઘુઘસ, તા.ફતેપુરા,જી.દાહોદ),  ઈશ્વરભાઈ દલાભાઈ ગરાસીયા (રહે. ભુંગાપુરા, બાંસવાડા,રાજસ્થાન),  પતરેશભાઈ સોમાભાઈ નિનામા (રહે. નાલપાડા ફળિયુ, ટીમ્બી, તા.ગાંગડ તળાઈ, જી. બાંસવાડા, રાજસ્થાન) અને ભરતભાઈ બીજીયાભાઈ ભાભોર (રહે.મુનખોસલા, ઝરેણા ફળિયુ, તા.ઝાલોદ, જી.દાહોદ) ઉપર દાહોદ એલ.સી.બી.પોલીસને શંકા જતાં તેઓને રોક્યા હતા. પોલીસે તેઓની સઘન પુરછપરછ કરતાં ઉપરોક્ત ગુન્હા સંબંધિત તેઓએ પોતાનો ગુન્હો કબુલ કર્યા હતો અને આ બાદ પોલીસે તેઓની તલાસી લેતા તેઓની પાસેથી રોકડા રૂપીયા ૩૧,૨૫૫ રોકડા તથા ત્રણ મોટરસાઈકલનો કિંમત મળી કુલ રૂ.૧,૬૫,૨૫૫ નો મુદ્દામાલ જપ્ત કરી ઉપરોક્ત ત્રણેય જણાને પોલીસ મથકે લાવ્યા હતા. વધુમાં જાણવા મળ્યા અનુસાર, ઉપરોક્ત આરોપીઓએ ફતેપુરા, સંજેલી, ઝાલોદ પોલીસ મથકે હદ વિસ્તારમાં પણ લુંટ જેવા બનાવોને અંજામ આપ્યો હતો અને આ પોલીસ મથકે પણ ગુનાઓ દાખલ થયા હોવાથી પોલીસે આ ચારેય ઈસમોને ઝડપી પાડી મોટી સફળતા પ્રાપ્ત કરેલ છે.
Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!