આજે ધાનપુર તાલુકામાં એકતા રથ યાત્રાનો ઝાબુ ચોકડી ખાતેથી પ્રસ્થાન ધાનપુર તાલુકાના ૧૧ ગામોમાં રથ પરિભ્રમણ કરશેઃ નવાનગર ખાતે ખેડૂત ગ્રામ સભા યોજાશે
દાહોદઃ- શનિવારઃ- ભારતના પનોતાપુત્ર અને એકતા અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબને યથોચિત ભાવાંજલી આપવા ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમ પાસે સરદાર સાહેબની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આગામી તા. ૩૧/૧૦/૨૦૧૮ના રોજ રાષ્ટ્રને અર્પણ કરનાર છે. આ પૂર્વે સમગ્ર ગુજરાતમાં એકતા રથયાત્રાનું ગામે ગામ પરિભ્રમણ થઇ રહયું છે. તદનુસાર દાહોદ જિલ્લામાં બે એકતા રથનું પરીભ્રમણ ગાંમડાઓમાં થઇ રહયું છે. રોજે રોજ ૧૦ થી ૧૨ ગામોમાં આ એકતા રથ પરિભ્રમણ કરી દેશની એકતા અખંડિતતા માટેનો સંદેશ લોકો સુધી પહોંચડાવામાં આવી રહયો છે. ગામે ગામ આ એકતા રથયાત્રાનું ગામ આગેવાનો, લોકો સ્વાગત દ્વારા કરવામાં આવી રહયું છે. આ એકતા રથ તા. ૨૮/૧૦/૨૦૧૮ના રોજ ધાનપુર તાલુકામાં જુદા જુદા ૧૧ ગામોમાં પરિભ્રમણ કરશે. આ એકતા રથનું પ્રસ્થાન ઝાબુ (ચોકડી પી.એચ.સી.) ખાતેથી કરવામાં આવશે. ત્યારબાદ કાણાકુવા, ઝાબુ, ખજુરી, મોટીમલુ, હરખપુર, ગાહેલવઘા, લીલીઆંબા, વાકોટા, વાસીયા ડુંગરી, ધનાર પાટીયા નવાનગર ખાતે પરિભ્રમણ કરી રાત્રિ રોકાણ નવાનગર ખાતે કરશે. નવાનગર ખાતે સાંજે ૫=૦૦ થી ૬=૦૦ કલાકે ખેડૂત સભા યોજાશે. આ એકતા રથયાત્રાના પરિભ્રમણ દરમિયાન સંબંધિત ગામોના આગેવાનો, ગ્રામજનો વગેરેને ઉપસ્થિત રહેવા એકતા રથયાત્રાના નોડલ અધિકારીશ્રી કિરણ ગેલાતે જણાવ્યું છે.