ખેડામાં બંધ મકાનમાં તસ્કરોએ ૧.૪૫ લાખના સોનાનાદાગીના ચોરી કરી ફરાર થઇ ગયા
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા શહેરની વડવાળી શેરીમાં રહેતા મહિલા નાની દિકરીને ઘરે ગયા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સો ઘરના દરવાજાના તાળા તોડી તિજોરીમાં મૂકેલા રુ ૧.૪૫ લાખના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
ખેડા શહેરના વડવાળી શેરીમાં રહેતા વિધવા જ્યોતિબેન સોની જે નાના દિકરા સાથે રહે છે. તા. ૧૫ જૂનના રોજ વિધવા મહિલા નાની દિકરીના ઘેર કલોલ ગયા હતા ત્યારે મહિલાના ઘરની નીચે તેના દિયર કિરણભાઇ પરિવાર સાથે રહેતા હોવાથી જવા આવવાનો દરવાજો એક જ છે. તેથી મહિલા ઉપરના માળે તાળા મારી ગયા હતા.આ દરમિયાન રવિવાર રાતના ત્રણ વાગ્યાના અરસામાં દિયરે ફોન કરી ઘરમાં ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. જેથી મહિલા પરત આવી ઘરમાં તપાસ કરતા ઘરના દરવાજાનો નકુચો તાળા સહિત તુટેલું હતું તેમજ ઘર નો સમાન વેરવિખેર હાલતમાં હતો. રૂમમાં મૂકેલી તિજોરીના દરવાજા પણ ખુલ્લા હતા. તપાસ કરતા મહિલાના અને પુત્રવધુના રૂ ૧.૪૫ લાખના દાગીના ચોરી થઇ હતી.
