ગરબાડા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: વનરાજ ભુરીયા,ગરબાડા

ગરબાડા: ગરબાડામાં સિક્લસેલ એનિમિયા નાબુદી કાર્યક્રમ 19જૂન 2024 વિશ્વ સિકલસેલ દિવસ નિમિતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદયકુમાર તિલાવટ એપેડેમિક મેડિકલ ઓફિસર ડૉ. નયન જોશી જિલ્લા પંચાયત દાહોદ અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. અશોક ડાભી ના માર્ગદર્શન હેઠળ તારીખ 19 જૂન 2024 ના રોજ ગરબાડા તાલુકા માં વિશ્વ સિકલસેલ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. લોકો મા જનજાગ્રુતિ આવે તે માટે રેલી નુ આયોજન કરવામા આવેલ.ત્યાર બાદ ગરબાડા ITI ખાતે જઈ ત્યા અભ્યાસ કરતા વિધાઁથી અને વિધાઁથીનીઓને સિકલસેલ વિશે સમજ આપી IEC કરેલ તથા તેમનુ સ્ક્રીનિંગ કરવામાં આવ્યુ તથા સિકલસેલ એનિમિયા રોગના લક્ષણો, સિકલસેલ દર્દીઓ એ લેવાની કાળજી સિકલસેલ ની સારવાર વિશે સમજાવવામાં આવ્યુ. તેમજ આવનાર પેઢીને સિકલસેલ રોગથી કેવી રીતે બચાવી શકાય તેના વિશે સમજણ આપવામાં આવી..આ કાર્યક્રમ માં ઝરી PHC MBBS ડો.મનિષ ચૌધરી,THS,MTS,CHO,ગરબાડા તાલુકા ના પાંચ પ્રા. આ કેન્દ્ર ના તમામ. MPHS,MPHW,ASHA બેનો તેમજ ગરબાડા તાલુકાના સિકલ સેલ કાઉન્સેલર, ITI ના આચાર્ય , તેમજ ITI ના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: