જાંબુઆ ગામે સરપંચ તથા તલાટી કમ મંત્રીની મીલીભગત થી વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરતાં કામોની તપાસ કરી કાર્યવાહી કરવા ગરબાડા ટીડીઓને રજૂઆત.
વનરાજ ભુરીયા
ગરબાડા તાલુકાના જાંબુઆ ગામે સરપંચ તથા તલાટી કમ મંત્રીની મીલીભગત થી વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરતાં કામોની તપાસ કરી કાર્યવાહી કરવા ગરબાડા ટીડીઓને રજૂઆત.
ગરબાડા તાલુકાનાં જાંબુઆ ગામે તલાટીકમ મંત્રી તથા સરપંચની મિલીભગત થી વિકાસના કામોમાં કરવામાં આવેલ ભ્રષ્ટાચાર ની સ્થળ તપાસ કરી કાર્યવાહી કરવા બાબતે ગરબાડા તાલુકાના જાંબુઆ ગામના જાગૃત નાગરિક દ્વારા ગરબાડા તાલુકા વિકાસ અધિકારીને અરજી આપી રજૂઆત કરવામાં આવી
અરજદારે અરજીમાં જણાવ્યું હતું કે ગરબાડા તાલુકાનાં જામ્બુઆ ગામે ગામનાં સપંચ તથા તલાટી કમ મંત્રીની મિલીભગતથી વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચાર્યો છે અને સરકારી નાણાં ચાઉં કરી ગયા છે ત્યારે જાંબુઆ ગામમાં નાણાપંચ તથા અન્ય વિકાસના બોગસ કામો બતાવી ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે. જેમાં વડલી ફળિયા ખાતે તથા ડુંગરા ફળિયા ખાતે વર્ષો જુના નાળા બનાવેલ હતા . તે નાળને પુનઃ પ્લાસ્ટર કામ કરી નવીન કામ બતાવવામાં આવ્યા છે અને સરપંચ તથા તલાટીકમ મંત્રી ની મિલીભગત થી નાણાં ચાઉ કરી ગયા હોય જેથી સરપંચ ના શરૂઆત ના કાર્યકાળ થી અત્યાર સુધીમાં કરવામાં આવેલ તમામ વિકાસના કામોની તટસ્થ તપાસ કરી અને કાયદેસર ની કાર્યવાહી કરવા ગરબાડા તાલુકા વિકાસ અધિકારને રજૂઆત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ બાબતે જાંબુઆ ગામના અરજદાર દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી ને પણ રજૂઆત કરી હોય છતાં પણ કોઈ નક્કર પગલાં ન લેવાતાં હોવાથી અરજદાર સહિત ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે તેમ અરજદારે જણાવ્યું હતું.