કર્મચારી ધિરાણ સહકારી મંડળી લી.ની ૪૦મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ જે. એન્ડ જે. કોલેજ ઓફ સાયન્સ કર્મચારી ધિરાણ સહકારી મંડળી લી. ની ૪૦મી વાર્ષિક સામાન્ય સભા પ્રમુખ હરિશભાઈ એમ. પારેખના અધ્યક્ષ સ્થાને યોજાઈ જેમાં સૌ પ્રથમ પ્રાર્થના પ્રો. અર્પિતા શાહ ધ્વારા કરવામાં આવી હતી. મંડળીના પૂર્વ મંત્રી સ્વ. દીપકકુમાર કાળીદાસ ભોઈના અવસાન થવાથી બે મિનિટ મોન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. મંડળીના મંત્રી તરીકે ડો. દીપકકુમાર કનુભાઈ સોલંકી ની વરણી કરવામાં આવી હતી. મંત્રી એ ગત સામાન્ય સભાની કાર્યવાહી વંચાણે લઈ મંજુર કરવામાં આવી. મંડળીના વર્ષ ૨૦૨૩-૨૪ના હિસાબો પ્રમુખ હરિશભાઈ પારેખ ધ્વારા રજુ કરવામાં આવ્યાં હતાં. વર્ષ ૨૦૨૩-૨૪નું ડીવીડંડ ૧૨ ટકા જાહેર કરવામાં આવ્યું હતું. વધુમાં હાલમાં ધિરાણ મર્યાદા રૂ. આઠ લાખ સુધીનું કરવામાં આવ્યું છે. જેથી સૌ કર્મચારીઓને આ લાભ પ્રસંગોપાત મળી રહે.