ફેક એકાઉન્ટ બનાવી યુવાન સાથે વાતચીત કરી ગઠિયાએ રૂપિયા ૧.૫૦ લાખ પડાવ્યા
નરેશ ગનવાણી નડિયાદ

સેવાલિયામા યુવાન સાથે વાતચીત કરી ગઠિયાએ રૂપિયા ૧.૫૦ લાખ પડાવ્યા નાણાં ગુમાવનાર યુવાને મિત્રને ફોન કરી પુછતા ફેક એકાઉન્ટ બાબતની જાણ થઈ
ગળતેશ્વર તાલુકાના સેવાલીયા ગામે મલેક સોસાયટીના મંહમદકાસીમ મહેમુદખાન રહે ૧ જુનના રોજ તેમના ફેસબુક પર તેમના મિત્ર જુનેદખાન હનીખાન જે છેલ્લા વર્ષથી યુકે મા સેટલ થયેલ છે. આ મેસેજમા જણાવેલ કે મારા વિઝા રીન્યુ કરવાના હોવાથી હું તારા એકાઉન્ટમાં રૂપિયા ૬ લાખ નાખું છું તે ઉપાડી તે એજન્ટને આપી દેજે એવી વાત કરી હતી. જેથી મંહમદકાસીમે પોતાના મિત્ર સમજી ખરાઈ કર્યા વગર પોતાના એકાઉન્ટ અને પિતાના એકાઉન્ટમાથી ટુકડે ટુકડે કુલ રૂપિયા ૧ લાખ ૫૦ હજાર ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ બે-ત્રણ દિવસ સુધી કોઈ જાણ ન થતાં મંહમદકાસીમે મિત્ર જુનેદખાનને ફોન કરી જણાવતા કહ્યું કે, મારા નામનું ફેક એકાઉન્ટ કોઈએ બનાવ્યું છે મે તારી પાસે કોઈ નાણાં માગ્યા નથી. જેથી મંહમદકાસીમને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં આ મામલે તેમણે ગઠિયા વિરૂધ્ધ જે તે સમયે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર અને ગઇકાલે સેવાલીયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
