નડિયાદ પચ્ચીમા આવેલ શોરૂમમાંથી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ  જથ્થો મળી આવ્યો

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ પીજ રોડ પર આવેલા સ્ટેપ ઈન ફેશન શો-રૂમમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ સૂઝ, ચંપલ, સ્લીપરોનુ વેચાણ થતું હોવાની માહિતીના આધારે કંપનીના ઓથોરિટી અધિકારીએ એસઓજી પોલીસને સાથે રાખી દરોડો પાડ્યો હતો. શોરૂમમાંથી રૂ. ૨.૭૯ લાખના બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ  જથ્થો મળી આવ્યો હતો. જે મામલે કંપનીના ઓથોરિટી અધિકારી સિ.રિપ્રીઝેટીવ ઓફીસરે આ શોરૂમના માલિક સામે નડિયાદ પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ પશ્ચિમમાં પીજ રોડ ઉપર આવેલ ઓમ એલીગન કોમ્પલેક્ષમાં પ્રથમ માળે સ્ટેપ ઇન નામના શો-રૂમની દુકાન મા સર્ચ હાથ ધર્યું હતું. આ શોરૂમમાં બ્રાન્ડેડ કંપની જેવીકે, નાઈકી, એડીડાસ, નામની કંપનીના ડુપ્લીકેટ બૂટ તથા ચપ્પલ વેચાણ થતું હોવાની માહિતી કંપનીના ઓથોરિટી અધિકારી સિ.રિપ્રીઝેટીવ ઓફીસર રાધેશ્યામ જયરામ યાદવને મળી હતી. જેના આધારે તેમણે જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસના માણસોને સાથે રાખી શોરૂમ પર દરોડો પાડયો હતો.
જેમા નાઇકી તથા એડીડાસ કંપનીના બૂટ-ચંપલો મળી આવ્યા હતા. જેની ચકાસણી કરાતા  બૂટ, ચંપલો કંપનીના ઓરીજીનલ ન હોવાનું ખુલ્યું હતું. ડુપ્લીકેટ બૂટ ચંપલો, સ્લીપરોની જોડી ૩૮૫ અને ૪૫૦ નંગ કુલ કિંમત રૂપિયા ૨ લાખ ૭૯ હજાર ૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યાં હાજર શોરુમના માલિક ઝંકાર હસુભાઈ ઠકકર  રહે, નડિયાદ, આંનંદ વિહાર સોસા, પીજ રોડ નડીયાદ વિરૂધ્ધ કોપીરાઇટ ભંગ અનવ્યે નડિયાદ પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: