નડિયાદ-અમદાવાદ રૂટની એસટી બસનો વીડિયો વાઈરલ થતા ડ્રાઈવર સામે ગુનો નોધાયો

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદથી અમદાવાદ જતી એક એસટી બસમાં ડ્રાઇવરે પોતાની કેબિનમાં એક યુવતીને બેસાડી વાતચીતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના પગલે આ ડ્રાઈવર વિરૂધ્ધ ગંભીર બેદરકારી બદલ ખાતાકીય અને કાયદાકીય પગલા ભરાયા છે. એસટી ડ્રાઈવર વિરૂધ્ધ મહેમદાવાદ પોલીસમાં ગુનો નોંધાયો છે. તો ડ્રાઈવરને બેદરકારી બદલ સસ્પેન્ડ પણ કરાયો છે.
નડિયાદથી અમદાવાદ સવારે ઉપડેલી એસટી બસમાં ડ્રાઇવરે તેની કેબિનમાં જ ચહેરા પર દુપટ્ટો બાંધેલી એક યુવતીને બેસાડી હતી. અને  તેણીની સાથે વાતો કરતો કરતો આ ડ્રાઈવર બસ ચલાવતો હતો. બસમાં બેઠેલા કેટલાક મુસાફરોએ આ વિડીયો પોતાના મોબાઈલમાં કેપ્ચર કરી સોશિયલ મીડિયા પર ફરતો કર્યો હતો. ડ્રાઇવરની કેબીનમાં ડ્રાઇવર સિવાય કોઈ ન બેસી શકે તેઓ નિયમ હોય છે ડ્રાઇવરની આ બેદરકારીને ધ્યાનમાં લઇ ડ્રાઇવર સામે ગતરોજ કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આજે મહેમદાવાદ પોલીસ મથકે આ ગંભીર બેદરકારી આચરનાર ડ્રાઈવર એ.આર.ડાભી વિરૂધ્ધ આ મામલે પોલીસે જાતે ફરિયાદી બની ફરિયાદ નોંધી છે. બીજી તરફ નડિયાદ ડેપો મેનેજર કે.કે.પરમાર દ્વારા આ ડ્રાઈવર એ.આર.ડાભીને તુરંત ફરજ પરથી મોકુફ કર્યા છે. ભવિષ્યમાં આવી કોઈ ભૂલ અન્ય કોઈ ડ્રાઈવર કે કંડક્ટર ન કરે તે હેતુથી આ પ્રકરણમાં કડક કાર્યવાહી એસટી અને પોલીસ દ્વારા કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: