ફતેપુરા માં સંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર નો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા માં સંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર નો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો ફતેપુરા વિધાનસભાનું આભાર દર્શન કાર્યક્રમ ફતેપુરા આર્ટસ કોલેજના પટાંગણમાં યોજાયો
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ આર્ટસ કોલેજના પટાંગણમાં સંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર નો ફતેપુરા વિધાનસભા નું આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં ગુજરાત રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડ ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયાર દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ ડામોર તેમજ ફતેપુરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પધઅધિકારીઓ કાર્યકર્તાઓ સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા દાહોદ લોકસભામાં ભારે બહુમતીથી જીત મેળવી દાહોદ લોકસભાના સંસદ તરીકે ચૂંટાયા બાદ જશવંતસિંહ ભાભોર પ્રથમવાર ફતેપુરા નગરમાં આગમન થતા તેઓનું ફતેપુરા વિધાનસભા આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો જેમાં પ્રસંગને અનુરૂપ સાંસદ જશવંતસિંહ ભાભોર અને મંત્રી બચુભાઈ ખાબડ્ડે ઉદબોદન કર્યું હતું ઉપસ્થિત કાર્યકર્તાઓ પધઅધિકારીઓએ તેમજ ફતેપુરા તાલુકા અને સંજેલી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ સરપંચોએ ભારી બહુમતીથી ચૂંટાયેલા સાંસદ જશવંતસિંહ ભાભોર નો ફૂલહાર કરી શાળ ઓઢાડી ગુલદસ્તા આપી સ્વાગત કર્યું હતું