પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો ના ત્રાસથી વેપારીએ દવા પીધી, ચાર સામે ફરિયાદ
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ દેવપ્રીત સોસાયટીમાં રહેતા અમિતકુમાર મુકુંદભાઈ પટેલ વર્ષ ૨૦૧૪ની સાલમાં આ અમીતભાઈ આર્થિક ભીંસમાં હતા માટે તેમણે નરેશભાઈ મણીભાઇ ઠક્કર રહે. મહુધા પાસેથી ૧૦ ટકાના વ્યાજ દરથી રૂપિયા ૧૦ લાખ લીધા હતા. આ અમીતભાઈએ આ નરેશભાઈને આજદીન સુધી દસ લાખ રૂપીયાના વ્યાજ પેટે અંદાજે રૂપિયા ૬૦ થી ૭૦ લાખ આપેલ છે. તેમ છતા આ વ્યાજખોર એક કરોડ લેવાના બાકી નીકળે છે તેમ કહી પૈસાની માંગણી કરતા હતા.અમીતભાઈ પાસે પૈસા ન હોવાથી તેમણે નરેશભાઈના કહેવાથી અનિચ્છાએ પોતાના અને પોતાના ભાઈ પ્રીતેષના સંયુક્તમા આવેલ ઉંદરા ગામની નવ વિઘા જમીનનો કબજો વગરનો બાનાખત કરી આપેલ હતો. આ ઉપરાંત સહીવાળા કોરા ચેક પણ આ નરેશભાઇએ લીધા હતા. વર્ષ ૨૦૧૬માં મહુધા તાલુકાના ભાનેર ગામના નિકેસ સુરેશભાઈ પટેલ પાસેથી પણ અમીતભાઈએ રૂપિયા ૧૦ લાખ ૧૦ ટકાના માસિક વ્યાજ દરે લીધેલ હતા. અને જેમાં બાહેધરી પેટે ત્રણ કોરા સહી વાળા ચેક પણ આપ્યા હતા. આ નીકેસને રૂપિયા ૧.૨૦ લાખ વ્યાજ પેટે આપ્યા બાદ અમીતભાઈએ હિસાબ કરવાનું જણાવતાં નિકેસે મુડીના વ્યાજ સાથે ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત રૂપિયા ૮૦ લાખ હજુ પણ બાકી નીકળતા હોવાનું જણાવ્યું હતું. જોકે આ અમીતભાઈ પાસે પૈસાની સગવડ ન હોવાથી આ નિકેસના કહેવાથી ઉંદરા ગામે આવેલ તેમના પિતાની આઠ વિઘા જમીન આ નિકેસના ઓળખીતાને વેચાણ દસ્તાવેજ કરી આપેલ હતી. તેમ છતા પણ આ નીકેસે અમીતભાઈ પાસે હાલ સુધી પૈસાની ગેરકાયદેસર માંગણી કરી રહ્યા હતા. જેથી આ અમીતભાઈએ વર્ષ ૨૦૧૮મા અન્ય વ્યાજખોર વિરલ ભીખાભાઈ પટેલ (રહે અલારસા, તા.બોરસદ)નાઓની પાસેથી રૂપિયા ૨૫ લાખ ૧૦ ટકાના વ્યાજે લીધા હતા. આ વખતે ગેરંટી પેટે અમીતભાઈએ તેમની અને તેમના ભાઈની સંયુક્ત બોઝાવાળી જમીન વ્યાજખોર વિરલે તેના પિતા ભીખાભાઈ પટેલના નામે કબજા વગરનો બાનાખત કરાવી લીધો હતો. વિરલને અંદાજીત આજદિન સુધી ૬૦ લાખ રૂપિયા આપી દીધા હોવા છતાં વિરલે વધુ ઊંચા વ્યાજના પૈસાની માગણી કરી હતી. પણ અમીતભાઈએ તેમની જમીનમાં જે તમાકુના પાકનું ઉત્પાદન કરતો હતા તે પણ આ વિરલને આપી દીધા હતા. આ દરમિયાન વર્ષ ૨૦૨૨ના ડિસેમ્બર માસમાં અમીતભાઈને બ્રેઈન સ્ટોક આવ્યો હતો. અને તેમાં અમીતભાઈનુ ડાબુ અંગ પેરેલાઈઝ થઈ ગયું હતું. જેથી તેઓ પથારી વશ થઇ થય ગયા હતા. તમામ વ્યાજખોરો અમીતભાઈ અને તેમના પરિવારને હેરાન કરતા હતા. આ હેરાનગતિ સહન થતા અમીતભાઈ પટેલે ગત ૨૨ જુનના રોજ આ પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત લોકોથી પોતાના ઘરે ઉંદર મારવાની દવા પી લીધી હતી. જે બાદ આ અમીતભાઈને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલ સારવાર હેઠળ રહેલા અમીતભાઈએ આ મામલે ઉપરોક્ત 3 વ્યાજખોરો અને અન્ય એક એમ ૪ લોકો વિરુદ્ધ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.