ખેડા જિલ્લામાં વરસાદી ઝાપટાં પડતા ગરમી અને બફારાથી લોકોને આંશિકક રાહત

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં  સોમવારની રાત્રે વરસાદી ઝાપટાં પડતા ગરમી અને બફારાથી લોકોને આંશિકક રાહત મળી મધરાતથી સવાર સુધી ઝરમર ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. જિલ્લામાં સૌથી વધુ વરસાદ માતરમાં નોંધાયો છે.

સોમવારની મધરાત બાદ ખેડા જિલ્લામાં
વીજળી અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડયા હતા. જેના પગલે વાતાવરણમાં થોડા સમય માટે ઠંડક પ્રસરી ગઈ હતી. બફારા અને ઉકળાટની સ્થિતિ વચ્ચે જિલ્લા વાસીઓ જેની આતૂરતાથી રાહ જોતા હતા તે વરસાદ ગત મધરાતેથી સતત સવાર સુધી વરસી રહ્યો હતો 
જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા  માહિતી મુજબ જિલ્લાના ૧૦ તાલુકા પૈકી ૭ તાલુકામા વરસાદી ઝાપટાં છેલ્લા ૨૪ કલાકમાં પડ્યા છે.  જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકની અંદર પડેલા વરસાદની સ્થિતિ જોઈએ તો, માતર ૧૬ એમએમ, ખેડા ૪૪ એમએમ ., ગળતેશ્વર ૫ એમએમ, ઠાસરા ૭ એમએમ નડિયાદ ૨૫ એમએમ ., મહુધા ૧૩ એમએમ અને મહેમદાવામાંદ ૮૪ એમએમ વરસાદ ખાબક્યો છે. જ્યારે વસો કઠલાલ, કપડવંજ વરસાદ વરસ્યો નથી.નડિયાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં એક ઈંચથી વધુ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: