મિત્રના જન્મદિવસની ઉજવણી કરવા જતા બે યુવકોને અકસ્માત નડ્યો, એકનુ મોત નિપજ્યું

નરેશ ગનવાણી નડિયાદ

ખેડાના હરિયાળા ગામની સીમમાં મિત્રના જન્મદિવસની ઉજવણી કરવા જતા બે યુવકો રસ્તા પર જતા આખલા સાથે મોપેડ અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં મોપેડ ચાલક યુવકની ટૂંકી સારવાર બાદ મોત નિપજયુ હતુ.

ખેડા કેમ્પમાં રહેતા રાજવીર રાઠોડ  યુવકના મિત્રનો જન્મદિવસ હોવાથી ખેડા- ધોળકા રોડ પર આવેલા એક હોટલમાં જમવા જવાનું હતું. જેથી યુવક અને તેના કુટુંબી કાકાનો દિકરો ભાવેશ સંદીપસિંહ રાઠોડ સાથે મોપેડ પર હોટલે જતા હતા તે સમયે હરીયાળા બ્રીજ ક્રોસ કરી જનપથ હોટલ સામે રોડ પર આખલા સાથે મોપેડ અથડાયુ હતુ. જેથી મોપેડ પાછળ બેઠેલા રાજવીરને હાથે ઇજા પહોંચી હતી. ત્યારે મોપેડ ચાલક ભાવેશને પેટના ભાગે અને શરીરે ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા ભાવેશને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. વધુ સારવાર અર્થે ખેડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યા યુવકનું મંગળવાર રાત્રે સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. આ બનાવ અંગે રાજવીર કિશોરસિંહ રાઠોડે ખેડા પોલીસ મથકે મોપેડ ચાલક ભાવેશ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: