લંડનમાં વડતાલધામના મહોત્સવની આમંત્રણ સભા યોજાઇ

નરેશ ગનવાણી નડિયાદ

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલઘામને આંગણે આગામી નવેમ્બરમાં આવી રહેલ શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની આમંત્રણ સભા લંડનમાં યોજાઈ ગઈ. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિશાળ અનુયાયીવર્ગ લંડનમાં રહે છે તે સહુ સત્સંગીઓને આમંત્રણ આપવા માટે ત્રિદિનાત્મક સત્સંગસત્રનું આયોજન વડતાલઘામ લંડન સત્સંગ મંડળ દ્વારા કરવામાં આવેલ જેમા વ્યાસપીઠ પરથી વડતાલ મંદિરના મુખ્ય કોઠારી  ડો. સંત સ્વામીએ વડતાલઘામ મહિમા કથામૃતનું રસપાન કરાવ્યુ હતુ.
વડતાલ મંદિરના બસો વર્ષની ઉજવણીમાં દેશ વિદેશના સહુ શ્રદ્ધાળુઓને આમંત્રણ આપવા માટે મોટી સંખ્યામાં સંતો દેશ વિદેશમાં વિચરણ કરી રહ્યા છે.આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ , નિત્યસ્વરૂપ સ્વામી , નૌતમ સ્વામી, પી પી સ્વામી વગેરે સંતો અમેરિકામાં સત્સંગીઓના ઘર ઘર સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
લંડનમા પણ ઘણા સંતો સતત કથાવાર્તા પ્રવચનોના માધ્યમે ઉત્સવું આમંત્રણ પાઠવી રહ્યા છે. વડતાલધામ સત્સંગ મંડળના  દક્ષેશ પટેલ સંધાણા , અનંત પટેલ આણંદ ,  દિલિપ પટેલ નાર , પ્રશાંત સોની, હાર્દિર ભટ્ટ ભરૂચ , વિશાલ મજેવડીયા વગેરે ટીમવર્ક કરીને વ્યવસ્થિત આયોજન કર્યું હતું. સનાતન મંદિરના સભાગૃહમાં કથા અને પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશથી ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી , શુકદેવ સ્વામી , વિવેકસાગર સ્વામી સારંગપુર , માધવપ્રિય સ્વામી એસજીવીપી, હરિવલ્લભ સ્વામી હરિદ્વાર શુકવલ્લભ સ્વામી વડોદરા ,  હરિગુણ સ્વામી ઉમરેઠ , પ્રિયદર્શન સ્વામી  વડોદરા , પવન સ્વામી કલાલી વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!